ETV Bharat / city

રાજકોટના પ્રખ્યાત પેંડાના વેપારીઓને દિવાળીના પર્વ પર 70 ટકા નુકસાની

author img

By

Published : Nov 13, 2020, 4:48 PM IST

રાજકોટના જય સીયારામના પેંડા શહેર સહિત દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તહેવાર નિમિત્તે જય સિયારામના પેંડાની ખૂબ જ માગ રહે છે. પરંતુ ચાલુ વર્ષે પેંડાની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે દિવાળી પર્વ પણ આવી ગયો છે. જેને લઈને લોકો કોરોના મહામારી દરમિયાન બહારની વસ્તુઓ ખાવાનું ઓછું પસંદ કરી રહ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાના કારણે પણ પેંડા વિદેશ પહોંચી શકતા નથી. જેના કારણે વેપાર અટકી પડ્યો છે.

70-per-cent-loss-to-famous-penda-traders-of-rajkot-on-diwali
રાજકોટના પ્રખ્યાત પેંડાના વેપારીઓને દિવાળીના પર્વ પર 70 ટકા નુકસાની
  • રાજકોટના પ્રખ્યાત પેંડાના વેપારીઓને દિવાળીના પર્વ પર નુકસાની
  • જયસીયારામના પેંડા શહેર સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત
  • ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાથી પેંડાની નિકાસ બંધ

    રાજકોટઃ રાજકોટના જયસીયારામના પેંડા શહેર સહિત દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે વારે તહેવારે સિયારામના પેંડાની ખૂબ જ માંગ રહે છે. પરંતુ ચાલુ વર્ષે પેંડાની માંગમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે દિવાળી પર્વ પણ આવી ગયો છે. જેને લઈને લોકો કોરોના મહામારી દરમિયાન બહારની વસ્તુઓ ખાવાનું ઓછું પસંદ કરી રહ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હોવાના કારણે પણ પેંડા વિદેશ પહોંચી શકતા નથી. જેના કારણે વેપાર અટકી પડ્યો છે.

    રાજકોટમાં 75 વર્ષ જૂની પેંડાની દુકાન

    જયસીયારામના પેંડાની દુકાન 75 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. તેમજ શહેર સહિત દેશ વિદેશમાં પણ અહીંથી પેંડા મોકલવામાં આવે છે. દિવાળી સહિતના તહેવારો દરમિયાન લોકો મોટાપ્રમાણમાં અહીંથી પેંડાની ખરીદી કરતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે જયસીયારામના પેંડા પર પણ કોરોનાની મહામારીની અસર જોવા મળી રહી છે. દિવાળીનો પર્વ હોવા છતાં દુકાને હજુ સુધી ગત વર્ષ કરતા 50 ટકા જ ગ્રાહકો જોવા મળી રહ્યા છે.

    આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ હોવાથી વિદેશ સપ્લાય બંધ

    જયસીયારામના પેંડાની મુખ્યત્વે વિદેશોમાં પણ ખૂબ જ માંગ રહે છે, પરંતુ હજુ પણ વિશ્વમાં કોરોના મહામારીની અસરના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે. જેના કારણે વિદેશોમાં પેંડા પહોંચી શકતા નથી. રાજકોટ આવતા ગ્રાહકો દેશમાંથી બહાર હોવાથી અહીંથી 2થી 5 કિલોગ્રામ પેંડા લઈને જતા હોય છે. પરંતુ તે પણ હાલ બંધ છે. તેમજ રાજકોટમાં રહેતા પોતાના સ્વજનો પાસેથી પણ જયસીયારામના પેંડાના પાર્સલ મંગાવતા હોય છે, તે પણ હાલ અટકી ગયું છે. જેને લઈને વેપાર 70 ટકા જેટલો ઠપ્પ થઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.