- રાજકોટમાં દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા હોવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે
- સમગ્ર શહેરમાં કોરોનાના કારણે ડરનો માહોલ છવાયો છે
- છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં સતત કોરોનાના દર્દીઓના મૃત્યુ આંકમાં વધારો થયો છે
રાજકોટઃ રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સામે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 65 જેટલા કોરોના દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. જોકે આ મોત મામલે આખરી નિર્ણય કોવિડ ડેથ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં સતત કોરોનાના દર્દીઓના મૃત્યુ આંકમાં વધારો થયો છે. જ્યારે નવા કેસોનો પણ રાફડો ફાટ્યો છે. રાજકોટમાં દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા હોવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં કોરોનાના કારણે ડરનો માહોલ છવાયો છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાના કારણે વધુ 22 દર્દીઓના મોત થયા
રાજકોટમાં સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓને બેડ પર નથી મળી રહ્યા
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 65 જેટલા દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થવાના કારણે આરોગ્ય તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યું છે. જ્યારે રાજકોટમાં સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓને બેડ પર નથી મળી રહ્યા. તેવામાં હાલ દર્દીઓ ઓક્સિજનના બાટલા સાથે જ ઘરે સારવાર લઇ રહ્યા છે. ત્યારે આ ઓક્સિજનના બાટલાની પણ રાજકોટમાં ખુબજ અછત જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 3
શહેરમાં વધુ કોવિડ સેન્ટર બને તે માટેના પ્રયાસો શરૂકરવામાં આવ્યા છે
ઓક્સિજન ભરાવા માટે રાજકોટ શહેરના લોકોને શહેરથી 30 કિલોમીટર દૂર શાપર વેરાવળ ખાતે જવું પડી રહ્યું છે. જ્યારે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા શહેરમાં વધુને વધુ કોવિડ સેન્ટર બને તે માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ રાજકોટમાં કોરોના કાબુમાં આવતો નહિ હોવાના કારણે શહેરીજનોમાં પણ ડરનો માહોલ છવાયો છે.