- રાજકોટમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 6 દુકાન સીલ
- રાજકોટમાં કોરોના સંક્રમણ કાબૂમાં ન હોવા છતા લોકોની બેદરકારી
- મહાનગરપાલિકાએ ચેકિંગ દરમિયાન 6 દુકાન સામે કરી કાર્યવાહી
રાજકોટઃ મહાનગરપાલિકાએ વ્યવસાયીક એકમોમાં આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરે છે કે નહીં તે અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. રાજકોટમાં કોરોનાની સ્થિતિ હજી પણ કાબૂમાં નથી આવી તેમ છતાં લોકો બેદરકારી કરી રહ્યા છે. લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો- રાજકોટમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે 17 ચા-પાનની દુકાનો અને હોટેલોને 7 દિવસ માટે સીલ
મહાનગરપાલિકાએ આ દુકાનોને કરી સીલ
- Mr. SHOES, યાજ્ઞિક રોડ
- WELCOME SHOES, યાજ્ઞિક રોડ
- આઝાદ હિન્દ, ત્રિકોણ બાગ
- Real, ધર્મેન્દ્ર રોડ
- Music World, યાજ્ઞિક રોડ
- શીતલ સિલેક્શન, યાજ્ઞિક રોડ
આ પણ વાંચો- લાલપુર ચોકડી પાસે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 3 દુકાન સીલ
કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેને જાણવા ચેકિંગ હાથ ધરાયું
રાજકોટ મહાનગરપાલિકાએ વ્યવસાયિક એકમોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેને જાણવા માટે ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન આ 6 દુકાનોમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું.