- રાજકોટમાં કોરોનાથી મૃત્યુ થવાનાં આંકડાઓમાં વધારો
- રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 146 મોત
- મોતના આંકડાઓ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
રાજકોટ: સમગ્ર દેશમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, પહેલા અને બીજા તબક્કા કરતા ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુ થવાનાં આંકડાઓમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. નવા રેકોર્ડ મુજબ છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે જ્યારે પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં 13 એપ્રિલે 59 કોરોનાના દર્દીના સારવાર દરમ્યાન મોત
શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં 146 દર્દીઓના મોત નિપજ્યા
રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં 146 દર્દીઓના મોત નિપજ્યાં છે, ત્યારે મોતના આંકડાઓ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. જ્યારે તંત્ર પણ હાલ ચિંતામાં મુકાયું છે, દિનપ્રતિ-દિન જે રીતે કોરોનાનું સંક્રમણ અટકાવા તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે.