- સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે દરરોજ 500 પાર્સલ પહોંચાડવામાં આવે છે
- ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં વહીવટી તંત્ર દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
- હોસ્પિટલમાં પહોંચડાય છે દરરોજ 500 જેટલા પાર્સલ
રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં કોરોનાના દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા તો છે જ, સાથે સાથે દર્દી અને તેના સ્વજનો સાથે કોમ્યુનિકેશન અને અન્ય જરૂરિયાતો પણ જળવાઈ રહે એ માટેની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને આપી માત
500 જેટલા પાર્સલ સિવિલ હોસ્પિટલના વિવિધ ફ્લોર પર પહોંચાડી દેવામાં આવે છે
દર્દીના સગા દ્વારા દર્દીને વીડિયો કોલીંગ ઉપરાંત દર્દીને અંગત જરૂરિયાત માટેની વસ્તુઓ, ડૉક્ટરના માર્ગદર્શન મુજબની કાયમ લેતા હોય તેવી દવાઓ, દર્દીની માંગણી મુજબની વસ્તુઓ અથવા તેના સગા સંબંધીઓ જે મોકલવા માગતા હોય તેના પાર્સલ પેક કરીને દર્દીને પહોંચાડવાની સેવા ઉપલબ્દ્ધ છે. કંટ્રોલ રૂમમાંથી દરરોજ 500 જેટલા પાર્સલ સિવિલ હોસ્પિટલના વિવિધ ફ્લોર પર પહોંચાડી દેવામાં આવે છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીનો કર્યો સર્વે, ચોંકાવનારા ખુલાસા
કંટ્રોલરૂમમાં સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો
આ માટે કંટ્રોલરૂમમાં સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. પાર્સલના નંબર અને દર્દીના નામના સ્ટીકર લગાડીને તમામ દર્દીને તેમનુ પાર્સલ મળી જાય એવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. દર્દીના સગા- સંબંધીઓ દ્વારા વહીવટી તંત્રની આ કામગીરીને આવકારવામાં આવી છે.