રાજકોટ: તાજેતરમાં જ કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપ આગેવાન નીતિન ભારદ્વાજ વિરૃદ્ધ રૂ. 500 કરોડની જમીન કૌભાંડ (500 crore land scam)કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જમીન કૌભાંડના આક્ષેપ બાદ રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. આ મામલે ભાજપ નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોંગી નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે. તો કોંગ્રેસના (Congress Allegation against Vijay Rupani ) પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ (Indranil Rajyaguru alleges Vijay Rupani ) આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે.
રૂપાણી હવે માત્ર અરજીથી કરીને અટકી જાય: ઇન્દ્રનીલ
આ મામલે રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ (Indranil Rajyaguru alleges Vijay Rupani ) મીડિયાને જણાવ્યું હતું કે આ જમીન હેતુફેર કરીને જે કૌભાંડ (500 crore land scam) આચરવામાં આવ્યું છે. તેમાં સુનિશ્ચિત લોકોને જ પ્લોટની ફાળવણી કરાઈ છે. જ્યારે રૂપાણી ખુદ એવું કહે છે કે આ માત્ર એક રાજકોટમાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ જમીનનો હેતુફેર કરાયો છે. આ હેતુફેર શરતી હોય છે. જ્યારે સહારા ઇન્ડિયાને (Sahara India) જમીન આપવામાં આવી છે તે ક્યાંય રેકર્ડ પર રાખવામાં આવી નથી. જે દર્શાવે છે કે આ જમીનમાં કૌભાંડ થયું છે.
આ પણ વાંચોઃ 500 કરોડની જમીન કૌભાંડ : નીતિન ભારદ્વાજે કોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
રૂપાણી તમારા લોકો તમારી પાછળ પડ્યા છે
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ (Indranil Rajyaguru alleges Vijay Rupani ) વધુમાં જણાવ્યું હતું કે વિજયભાઈ તમારા જ લોકો તમારી પાછળ પડ્યા છે એટલે કોંગ્રેસ પર આક્ષેપ કરવાનું બંધ કરો, તેમજ જ્યારે તમે કહ્યાગરા સીએમ હતાં ત્યારે રાજકોટ તમારું કલેક્શન (500 crore land scam) સેન્ટર રહ્યું છે. રાજકોટમાં વિજયભાઈએ ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે અને દબાણની રાજનીતિ કરી છે. જેના કારણે તમારા લોકોને જ તમારે અત્યારે હિસાબ આપવો પડી રહ્યો છે. જેના કારણે તમે જે વિરોધ પક્ષના નેતાને નોટિસ આપી છે તેનાથી તમે સંતોષ માનજો હવે આ મામલે આગળ વધતા નહીં.
આ પણ વાંચોઃ વિજય રૂપાણીએ કોંગ્રેસના વિપક્ષ નેતા, દંડક સહીતના સભ્યો વિરુદ્ધ કોર્ટમાં કરી બદનક્ષીની ફરિયાદ