ETV Bharat / city

રાજકોટમાં 4 નાના બાળકોએ કોરોનાને હરાવ્યો - ઈમ્યુનિટી

સમગ્ર દેશમાં કોરોનાએ જે રીતે કાળો કહેર વતાવ્યો છે તો બીજી તરફ અન્ય બીમારીથી લોકો પણ પીડાઈ રહ્યા છે ત્યારે રાજકોટમા ઘણા એવા કિસ્સા આવ્યા સામે કે જેને અન્ય બીમારી સાથે કોરોનાને મ્હાત આપી. વર્તમાન સમયમાં મોટી વયના લોકો પણ કોરોના થાય તો તેમનામાં પણ આત્મવિશ્વાસ ઘટી જાય છે, પરંતુ રાજકોટમાં 4 નાના બાળકોએ કોરોનાને મ્હાત આપી હિંમતનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકોટમાં 4 નાના બાળકોએ કોરોનાને હરાવ્યો

author img

By

Published : May 5, 2021, 2:50 PM IST

  • રાજકોટમાં 4 નાના બાળકોએ કોરોનાને હરાવ્યો
  • આ 4 બાળકો અન્ય બીમારી પણ ધરાવતા હતા
  • 8 મહિનાની રિયાંશીએ કોરોનાને આપી મ્હાત

રાજકોટઃ વર્તમાન સમયમાં જેને પણ કોરોના થાય તેમનામાં આત્મવિશ્વાસની અછત જોવા મળે છે, પરંતુ રાજકોટના 4 નાના બાળકોએ કોરોનાને મ્હાત આપી હિંમતનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટમાં રહેતી 8 મહિનાની રિયાંશી નામની બાળકીને અન્ય બીમારી હોવાની સાથે કોરોના થયો હતો, પરંતુ તેણે હિંમત સાથે કોરોનાને હરાવ્યો હતો. તેનામાં માત્ર 5 ટકા જ હિમોગ્લોબિન હતું. રિયાંશી જ્યારે સારવાર માટે આવી ત્યારે તે અત્યંત હાંફતી હતી અને સખત તાવ હતો. કોરોના થતા તેના ફેફસાં પણ 30 ટકા જેટલા ખરાબ હતા. બાળકીના માતા-પિતાની એક જ રજૂઆત હતી કે, બાળકીને દાખલ તો કરશોને. કારણ કે, 3 ખાનગી હોસ્પિટલમાં તેને વધુ સારવાર આપવાની ના પાડી હતી અને કોઈ પણ હોસ્પિટલમાં બેડ ન મળતા માતાપિતા પણ સારવાર માટે દોડી રહ્યા હતા. સારવાર દરમિયાન 2 વખત બાટલા પણ ચડાવવામાં આવ્યા હતા. 6થી 7 દિવસ સારવાર લીધા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પરિવારને એક ડર એ પણ હતો કે બાળકી બચશે કે નહીં.

આ પણ વાંચોઃ આણંદના જયાબેનને અનેક બીમારીઓ હોવા છતાં કોરોનાને હરાવ્યો, જાણો મક્કમ મનોબળના જીવતા ઉદાહરણ વિશે...

3 વર્ષના બાળકે કિડનીની બીમારી સાથે કોરોનાને હરાવ્યો

રાજકોટમાં આવો જ બીજો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 3 વર્ષના રાકીબને કોરોનાની સાથે સાથે કિડનીની પણ બીમારી છે, પરંતુ તેણે પણ કોરોનાને હરાવ્યો હતો. નેફ્રોટિક સિન્ડ્રોમ એટલે કિડનીની બીમારીથી પીડાતા રાકીબને સતત તાવ, શરીર પર સોજા અને સતત ઊલટી થતી હતી. કિડનીની બીમારી જ્યારે બાળકને થાય ત્યારે તેની ઈમ્યુનિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે. આ બાળકને કોરોના થતા ઘણી વિપરીત અસર પડી હતી ત્યારે બાળક 10 દિવસના અંતે આ બધી બીમારીઓની સાથે કોરોનાને પણ મ્હાત આપી છે.

આ પણ વાંચોઃ 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા

10 વર્ષના બાળકને લીવરની બીમારી અને કોરોના વળગ્યો પણ હિંમત ન હાર્યો

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં ​​​​​​​​​​​​​​ગાંધીધામમાં રહેતા જાવેદ નામના 10 વર્ષના બાળકને પેટમાં દુખાવો અને પ્રવાહી ઓછું થઈ જતા બાળકના લીવર પર ખૂબ જ ખરાબ અસર પહોંચી હતી. તબીબના સતત 10 દિવસના અથાગ પ્રયત્નો બાદ બાળકની સ્થિતિમાં સુધારો આવ્યો હતો અને તેણે કોરોનાને પણ હરાવ્યો હતો ત્યારે મોરબીમાં રહેતા 10 વર્ષના બાળક આદિત્યને પણ આવી જ બીમારી હતી. તેને સતત પેટમાં દુખાવો, ઉલટી અને તે સતત પીળો પડી રહ્યો હતો. રિપોર્ટ કરાવતા જ બાળકનું લીવર કામ કરતું બંધ થઈ ગયું છે અને લીવેર ગળી રહ્યું છે. સમય શર સારવાર મળતા બાળકે અન્ય બીમારી અને કોવિડને મ્હાત આપીને લોકોને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.