ETV Bharat / city

રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાંથી 85 લાખની લૂંટ કરનારા 4 આરોપીની ધરપકડ - દુકાનમાંથી ત્રણ તસ્કરો

રાજકોટ શહેરમાં 26 એપ્રિલે સમા કાંઠેમાં આવેલા શિવ જ્વેલર્સ નામની દુકાનમાંથી તસ્કરોએ 85 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી સતીષ સોવરનસિંગ ઠાકુરની તપાસ ચાલુ છે. આરોપીઓ અલગ-અલગ રૂપમાં શિવ જ્વેલર્સની આજુબાજુ રેકી કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાંથી 85 લાખની લૂંટ કરનારા 4 આરોપીની ધરપકડ

author img

By

Published : May 8, 2021, 3:33 PM IST

  • રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ચોરીનો મામલો
  • તસ્કરોએ એપ્રિલમાં શિવ જ્વેલર્સમાંથી 85 લાખની ચોરી કરી હતી
  • પોલીસે 4 આરોપીની ધરપકડ કરી, અન્ય 1 આરોપી હજી પણ ફરાર
રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાંથી 85 લાખની લૂંટ કરનારા 4 આરોપીની ધરપકડ

રાજકોટઃ શહેરમાં 26મી એપ્રિલે 5 જેટલા આરોપીએ શિવ જ્વેલર્સની દુકાનમાંથી 85 લાખના દાગીનાની ચોરી કરી હતી. જોકે, પોલીસે થોડા દિવસમાં જ આ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ચોરી કરનારા 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી સતીષ સોવરનસિંગ ઠાકુરની તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ નરોડામાં યુવતીને બાંધીને માર મારતો વીડિયો થયો વાઇરલ

જ્વેલર્સની રેકી કરવા બિકેશ નામનો આરોપી દુકાનમાં વિંટી ખરીદવા ગયો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, 26 એપ્રિલે 5 જેટલા આરોપીઓ અલગ-અલગ રૂપમાં શિવ જ્વેલર્સની આજુબાજુ રેકી કરી હતી. ત્યારબાદ 11 વાગ્યા આસપાસ આરોપી બિકેશ વિંટી લેવાના બહાને શિવ જ્વેલર્સમાં રેકી કરવા ગયો હતો ત્યારબાદ લૂંટ કરવાના થોડા સમય પહેલાં બિકેશ તથા અવિનાશે મોટરસાઈકલની ચોરી કરી બપોરે ત્રણ વાગ્યે શિવ જવેલર્સ નામની દુકાનમાં સતીષ, શુભમ અને સુરેન્દ્ર ત્રણેય શખ્સો હથિયાર સાથે અંદર ગયા હતા. જ્યારે કે બિકેશ અને અવિનાશ બહાર રેકી કરતા હતા. દુકાનની અંદર ખરીદી માટે પ્રવેશી ચૂકેલા ત્રણેય આરોપીઓ પ્રથમ તો વેપારીને ખરીદી માટે માલ બતાવવાનું કહ્યું હતું. તે દરમિયાન પિસ્તોલ બતાવી ધમકી આપી દુકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. તો સાથે જ શો રૂમમાં રહેલી તિજોરીમાં ફરિયાદીને પુરી બહારથી લોક કરી મુદ્દામાલ સાથે નાસી છૂટયા હતા.

આ પણ વાંચોઃ ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા

આરોપીઓ રાજસ્થાનથી દિલ્હી અને ત્યાંથી ભિવંડી પહોંચ્યા હતા

આરોપીઓએ લૂંટ કરી લૂંટેલા મુદ્દામાલના બે ભાગ પાડ્યા હતા ત્યારબાદ થોડા સમય પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો આવેલો જોઈ જતાં તેઓને પકડાઈ જવાની બીક પણ લાગી હતી. આથી તેઓ મુદ્દામાલ રૂમમાં જ રાખી થોડે દૂર જઇ અગાઉ નક્કી થયા મુજબ ઓટો રિક્ષા મારફતે મોરબી નાસી ગયેલા હતા. જ્યાં પાંચેય આરોપીઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ ભેગા થયા હતા. ત્યાંથી તેઓ મોરબીથી ઇકો ભાડે કરી માર્યા ગયા અને ત્યાંથી રાજસ્થાની બસમાં બેસી ઉદયપુર જયપુર દિલ્હી તેમ જ દિલ્હીથી પલવલ હરિયાણા ખાતે તેમજ ત્યાંથી ભીવંડી પહોંચ્યા હતા. ભીવંડીથી બધા છુટા પડ્યા હતા અને ત્યારબાદ અવિનાશ અને શુભમ રેવાડી હરિયાણા ખાતે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યા હતા.આરોપીની ગુનાહિત ઈત્યાસની વાત કરીએ તો આરોપી પાર લૂંટના ઘણા ગુના દાખલ થઇ ચૂક્યા છે.

તમામ આરોપીઓ ફાયર આર્મસ સાથે લૂંટ કરવાની ટેવવાળા હતા

લૂંટનો બનાવ ઉકેલવામાં ટેક્નિકલ સપોર્ટ તેમજ બનાવવાળી જગ્યાએથી મળી આવેલા CCTV ફૂટેજો આધારે અને આ ટીમો દ્વારા અમુક આરોપીઓની પ્રાથમિક ઓળખ થયેલી અને આરોપીઓ રાજસ્થાનના અને મધ્યપ્રદેશના હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તે આરોપીઓના એડ્રેસ અને નામ મળેલ અને પાંચેય આરોપીઓના નામ સામે આવી ગયા હતાં, જેના નામ ખુલ્યા એ આરોપીઓ ફાયર આર્મસ સાથે લૂંટ કરવાની ટેવાવાળા હોવાથી આરોપીની તપાસમા બહાર રાજ્યમાં જતા પહેલાં ક્રાઈમબ્રાન્ચની ટીમે જરૂરી ફાયર એમ્યુનેશન તથા બૂલેટ પ્રુફ જેકેટ સાથે લીધા હતા. આરોપીઓની ઓળખ થઈ ગયા બાદ તેને પકડવા માટે સ્થાનિક પોલીસની STFની ટીમને સાથે રાખી જરૂરી કાર્યવાહી કરવામા આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.