ETV Bharat / city

રાજકોટમાં 108 અમ્યુલન્સના ઈ.એમ.ઈ. સહીત 3 પાયલોટ કોરોના સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર - Corona virus

રાજકોટ જિલ્લામાં 25થી વધુ 108 એમ્યુલન્સ દિવસ રાત દોડતી રહે છે. 108ની ટીમ અને તેના પાયલોટ કોરોના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. કોરોના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનાગ્રસ્ત થાય છે. ત્યારે રાજકોટમાં ત્રણ પાયલોટ કોરોના સંક્રમિત થયા હતા. જોકે, હાલ તેઓ સ્વસ્થ થતા ફરી ફરજ પર આવી ગયા હતા.

રાજકોટમાં 108 અમ્યુલન્સના ઈ.એમ.ઈ. સહીત 3 પાયલોટ કોરોના સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર

author img

By

Published : May 4, 2021, 8:16 PM IST

  • જિલ્લામાં 25થી વધુ 108 એમ્યુલન્સ દિવસ રાત દોડી રહી છે
  • કોરોના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે
  • પરિવારની ચિંતા કર્યા વગર 108ના કર્મીઓ સેવા આપી રહ્યા છે

રાજકોટઃ જિલ્લામાં 25થી વધુ 108 એમ્યુલન્સ દિવસ રાત દોડતી રહે છે. 108ની ટીમ અને તેના પાયલોટ કોરોના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. કોરોના દર્દીઓના વહન સાથે પાયલોટ પણ કોરોનાગ્રસ્ત થાય છે. તેમ છતા પરિવારની ચિંતા કર્યા વગર 108ના કર્મીઓ સેવા કરી રહ્યા છે. અમે ભલે કોરોનાગ્રસ્ત થઈએ, કોરોનાની પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોઈ, અમારે તો ખુદ કે પરિવારની ચિંતા કર્યા વગર 108ના પૈડાં સતત દોડતા રાખવા પડે આ શબ્દો છે 108ના કોર્ડિનેર અને પાઈલોટના, જો 108 થંભી જાય તો અનેક દર્દીઓની સારવાર અટકી પડે, એટલે જ 108ના કર્મીઓ માટે લાગુ પડે છે આ ઉક્તિ ''ન ભાગના હૈ ન રૂક્ના હૈ બસ ચલતે રહના હૈ''.

પરિવારની ચિંતા કર્યા વગર 108ના કર્મીઓ સેવા આપી રહ્યા છે

108ના ત્રણ પાયલોટ કોરોના સંક્રમિત થયા હતા

રાજકોટના 108ના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટ સહીત ત્રણ પાયલોટ સંક્રમિત થયા બાદ પુનઃ ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, મને ગત તારીખ 18 એપ્રિલના રોજ કોરોના થયો હતો. જેથી મેં હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી. આ દરમિયાન પણ જરૂરી સંકલન તો કરવાનું જ. અમારા ત્રણ પાયલોટ બીમાર પડતા તેમની તબિયત જલ્દી સુધારા પર આવી જાય તે માટે પણ અમે ખાસ કાળજી લીધી હતી.

આ પણ વાંચોઃ રાજકોટમાં એક 108 એમ્બ્યુલન્સ એવરેજ 17 કેસ કરે છે હેન્ડલ

કોરોનાથી સ્વસ્થ થયા બાદ તુરંત ફરજ પર થયા હાજર

પ્રકાશ ડાંગરને ગત તારીખ 23ના કોરોના થયો હતો. તેમના પરિવારમાં પત્ની અને એક વર્ષનો પુત્ર છે. તેનાથી સાવધાનીપૂર્વક દૂર રહી તેએઓ કોરોનાને માત આપી ફરીથી 108નું સ્ટિયરિંગ સંભળી લીધું છે. એવા જ અન્ય કર્મી અમિતગીરી ગોસ્વામી પણ ગત તારીખ 21ના રોજ સંક્રમિત થતા ઘરે જ સારવાર કરાવી હતી. તેમના પત્ની વંથલી સી.એચ.સી. માં નર્સિંગ તરીકે ફરજ બજાવે છે. ફરજ સાથોસાથ તેમના પતિ અને બાળકો સહીત ઘરપરિવારની જવાબદારી પણ સાંભળી તેમના પતિને મદદરૂપ બન્યાં છે. જયારે અન્ય એક ડ્રાયવર ભાવેશ રાઠોડ ધોરાજીથી જૂનાગઢ દર્દીઓના ફેરા કરે છે. થોડા દિવસ પહેલા ફરજ બજાવતા બજાવતા તેઓ સંક્રમિત થયા હતા. ત્યારે સ્વસ્થ થઈ ફરી તેઓ કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સેવામાં જોડાઈ ચુક્યા છે.

આ પણ વાંચોઃ ધરમપુરમાં લોકોના જીવ બચાવનાર 108ના પાયલોટ જિંદગીની જંગ હાર્યા

દરેક પાયલોટે 200થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યાં

આ પાયલોટ માત્ર ગાડી જ ચલાવે તેટલું નહીં, જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટ્રેચર, વહીલચેરમાં બેસાડી ગાડીમાં ચડાવવા ઉતારવાની ફરજ પણ અદા કરે છે. એપ્રિલ માસમાં એવરેજ દરેક પાયલોટે 200 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી સમયબધ્ધ પહોંચાડ્યાં છે. સૌથી કપરો સમય ઓક્સિજન સાથે ગંભીર દર્દીઓને જ્યાં સુધી બેડનો મળે ત્યાં સુધી માનસિક ધરપત આપવાનો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ક્યારેક અન્ય દર્દીઓને પરિવારજનોને પણ તેઓ મદદરૂપ બને છે. કોઈને ઓક્સિજન માસ્ક લગાડી દેવા, ખાનગી વાહનો કે જેમાં પેસન્ટ આવ્યા હોઈ તેમની ગાડી બગડી હોઈ તો તેમાં પણ હાથ અજમાવી જુએ. 108ના પાઇલોટ આ સમય દરમિયાન ઘરનું કે સેવાભાવી સંસ્થા દ્વારા ફૂડ પેકેટ આપે તે જ જમી લેવાનું. 12 કલાકની ફરજમાં આળસ, કંટાળો કે થાક્યા વગર દર્દી સુખરૂપ દાખલ થઈ જાય તે જ ધ્યેય સાથે તેઓ તેમની ફરજ નિભાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.