- 11 કેવી વીજ લાઇન સાથે ઉંચો માંચડો અડી જતા સર્જાઈ દુર્ઘટના
- કરંટ લાગવાથી 2 મજૂરના થયા મોત
- લીમડાનું વૃક્ષ કાપતી વખતે સર્જાઈ દુર્ઘટના
રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના કંટોલીયા અને બાંદરા ગામ વચ્ચે એક ખેડૂત ધર્મેશ જેસાણી દ્વારા મલેશિયાન લીમડાનું વાવેતર કર્યુ હતું. આ મલેશીયન લીમડાના ઝાડનું કટીંગ કરતી વેળાએ લોખંડનો ઊંચો માંચડો ખેતરમાંથી પસાર થતી 11 કેવીની વીજ લાઈનને અડી જતાં 2 ખેતમજૂરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
પોલીસ અને PGVCL સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઇલેક્ટ્રિક શોટ લાગવાના આ બનાવમાં મૃતક પિયુષ મકવાણા અને મયુર મકવાણા રહે સરપદડ તાલુકો પડધરીના હોવાની વિગતો સામે આવી છે. તો બીજી તરફ આ બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ અને PGVCL સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો- વડોદરા: સાવલી ભાજપના સંનિષ્ઠ કાર્યકરનું વીજ કરંટથી મોત
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં PSI એમ.જે. પરમાર, હેડ કોન્સ્ટેબલ દિલીપ ખાચર સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકોનાં પરિવારજનોને જાણ કરી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને ભાઈઓ અપરિણીત હતા. પ્રાપ્ત વિગત મુજબ, કંટોલિયા-બાંદરા રોડ પર વોરાકોટડાના સર્વે નંબરમાં ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જસાણીની વાડી આવેલી છે. અહીં મલેશિયન લીમડા વાવવામાં આવ્યાં હતા જેને કાપવાનું કામ છેલ્લા આઠ દિવસથી પડધરી તાલુકાના સરપદડ ગામના પીયૂષભાઈ વસંતભાઈ મકવાણા અને તેના નાનાભાઈ મયૂરભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચોઃ સંતરામપુરમાં MGVCLના કર્મચારીનું વીજ કરંટથી મોત મામલે ગ્રામજનોએ ધરણા કર્યા