ETV Bharat / city

2 Arrested: રાજકોટમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડવાના મામલે ધરપકડ

ફટાકડા ફોડવા આમ તો આનંદની અભિવ્યક્તિ ગણવામાં આવે છે. પણ રાજકોટના લબરમૂછિયા જુવાનોને એવી ચળ ઉપડી હતી કે ચાલતી કારમાંથી ફટાકડા સળગાવીને રોડ પર નાંખવા લાગ્યા ( exploding firecrackers from a moving car ) હતાં. જેનો વિડીયો સામે આવ્યાં બાદ રાજકોટ પોલીસે (Rajkot Police) કાર્યવાહી કરતાં બે ઇસમોની ધરપકડ કરી હતી.

2 Arrested: રાજકોટમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડવાના મામલે ધરપકડ
2 Arrested: રાજકોટમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડવાના મામલે ધરપકડ
author img

By

Published : Oct 28, 2021, 8:24 PM IST

  • રાજકોટમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો મામલો
  • રાજકોટ પોલીસે બે ઇસમની ધરપકડ
  • બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

રાજકોટઃ દિવાળીના તહેવારના હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટમાં બે દિવસ પહેલા ચાલુ કારમાંથી અજાણ્યા ઇસમો ફટાકડા સળગાવીને બહાર નાખી રહ્યા ( exploding firecrackers from a moving car ) હતાં. જે સમગ્ર ઘટનાનો જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ ઘટના રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની આસપાસની હતી. જે મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટ પોલીસે (Rajkot Police) ફટાકડા ફોડવા મામલે બે ઇસમોની ધરપકડ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં કારમાંથી ફટાકડા સળગાવી નાખી ફટાકડા ફોડવાનો વિડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ પોલીસે કાર્યવાહી કરતાં બે ઇસમોની ધરપકડ કરી હતી

કારમાંથી ફટાકડા સળગાવીને બહાર નાખતા હતાં

રાજકોટમાં બે દિવસ પહેલાં રાત્રી દરમ્યાન બે જેટલા ઈસમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કાર સાથે ફરતા હતાં. જે દરમ્યાન એસ્ટ્રોન ચોકમાં આ ઈસમોએ ચાલુ કારમાંથી ફટાકડા સળગાવીને બહાર નાખતા ( exploding firecrackers from a moving car ) હતા. આવી રીતે ફટાકડા ફોડીને વાહનચાલકોના જીવ જોખમાય તેવી હરકતો આ લોકો દ્વારા કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને કારમાંથી સળગાવીને ફટાકડા બહાર નાખવા મુદ્દે બે શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો

કારમાંથી ફટાકડા સળગાવીને બહાર નાખતી વખતે રસ્તા પર કોઇ વાહનચાલક અથવા રાહદારીના પણ જીવ જોખમાય છે. તેમજ આવી રીતે ફટાકડા ફોડવાની ઘટનાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના પણ જાહેરમાં જ ઘટી શકે છે. એવામાં લોકોના જીવ સાથે જાહેરમાં જ આ પ્રકારના છેડા કરતાં શખ્સોની રાજકોટ એ ડિવિઝન પોલીસ (Rajkot Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયારે ઝડપાયેલા બે શખ્સોમાં એકનું નામ સોહીલ હબીબભાઈ શેખ છે. જ્યારે બીજાનું નામ મહેશ સુદામભાઈ માવાણી છે. હાલ આ બંને શખ્સોની ધરપકડ કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવાયો હતો

બે શખ્સો કારમાં ફટાકડો સળગાવીને નાખતા હતાં જે ઘટના જાગૃત વાહનચાલકને ધ્યાને આવતા તેના દ્વારા આ ઘટનાનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે પોલીસે (Rajkot Police) તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે સીસીટીવીમાં કારના નંબર ચકાસ્યા હતા. જે કારના નંબર MH6-AL-1416 હોય પોલીસ દ્વારા આ કાર નંબર પરથી જાહેરમાં કારમાંથી ફટાકડા સળગાવીને બહાર નાંખવાની ઘટનાને પગલે બે શખ્સોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારિત ભરતી વિવાદ મામલે બોલ્યા રામ મોકરિયા, કહ્યું- શિક્ષણના ધામમાં કૌભાંડ ન ચલાવી લેવાય

આ પણ વાંચોઃ રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોએ 7 લોકોને હેમખેમ બહાર કાઢ્યા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.