- રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી
- બાળકોથી માંડીને વૃદ્ધો સહીતનો સિરો સર્વે કરાશે
- 1800 લોકોનો સિરો સર્વે કરાશે
રાજકોટ: મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ (health department) ની ટિમ દ્વારા શહેરમાં કુલ 1800 લોકોનો સર્વે (Survey) કરવામાં આવશે. જેના માટે મનપાની 26 જેટલી ટિમો કામ કરશે. જે શહેરના અલગ અલગ 50 જેટલા ક્લસ્ટરમાંથી સિરો સર્વે (sero survey) કરશે તેમજ સિરો સર્વેની ટીમમાં એક લેબોરેટરી ટેક્નિશિયન સહિત 3 આરોગ્ય કર્મીઓને રાખવામાં આવશે. જે આગામી 5 દિવસ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ સિરો સર્વે (sero survey) કરશે. તેમજ એક વિસ્તારમાંથી 36 લોકોના સિરો સર્વે (sero survey) માટેના સેમ્પલ લેવામાં આવશે. જેની નોંધણી સ્થળ પર જ થશે.
આ પણ વાંચો: Survey Of Saurashtra University: શું તમારામાં પણ છે ટોલ પોપી સિન્ડ્રોમની વૃત્તિ?
સિરો સર્વે એટલે શું ?
સિરો સર્વે દરમિયાન જે તે વ્યક્તિના શરીરમાંથી 5 ml લોહીનું સેમ્પલ લેવામાં આવે છે. જેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં લઈ જવામાં આવે છે. આ લોહીના સેમ્પલ દ્વારા લેબોરેટરીમાં IGG કે IGM નહિ પરંતુ સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી થશે. આ સેમ્પલની તપાસ બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો એવું સાબિત થઈ શકે છે કે, જે તે વ્યક્તિ કોરોના સામે લડવા માટે જરૂરી એન્ટીબોડી ધરાવે છે. જેના કારણે આ વ્યક્તિને કોરોના દરમિયાન ગંભીર અસરો થશે નહીં.
આ પણ વાંચો: Survey Of Saurashtra University: શું તમને પણ થાય છે આવું ? આ ક્રોનીક સ્ટ્રેસ તો નથી ને..!
કોરોનાની ત્રીજી લહેર માટે આશિર્વાદ સમાન
દેશની વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ દર્શવામાં આવી છે. જેને લઈને સિરો સર્વે કરવામાં આવી રહ્યા છે. આ અંગે મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે જે એન્ટીબોડીની જરૂર શરીરમાં હોય તે આ સિરો સર્વે (sero survey) મારફતે જાણવા મળશે. જેને લઈને આગામી આવનારી ત્રીજી લહેર (The third wave of the corona) માટે આપણે તૈયારીઓ કરી શકીએ.