ETV Bharat / city

રાજકોટમાં વધુ 16 લોકોના મોત, કોરોના પોઝિટિવની સંખ્યા 20 હજારને પાર

author img

By

Published : Apr 5, 2021, 5:07 PM IST

Updated : Apr 5, 2021, 6:15 PM IST

રાજ્યમાં કોરોના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે એવામાં તંત્ર પણ કોરોનાને લઈને સજાગ થઈ ગયું છે. 24 કલાકમાં 16 દર્દીઓના મોત થયા છે. રવિવારે રાજકોટ શહેરમાં 233 કેસ અને જિલ્લામાં 43 એમ કુલ 276 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 20,003 અને જિલ્લામાં 7769 થઇ છે.

corona
રાજકોટ શહેરમાં કોરોનામા 24 કલાકમાં 16ના મોત

  • રાજકોટમાં કોરોનાનુ વિકરાળ સ્વરૂપ
  • છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના મૃત્યુ
  • પરિસ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે

રાજકોટ: શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં અને જિલ્લાની પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હવે માસુમ બાળકોમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે.બીજીતરફ છેલ્લા 24 કલાકમાં 16 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગ પણ ચિંતામા મૂકાયું છે. રોજ મોતનો આંકડો વધી રહ્યો છે, વધતા મોતને લઇ કોરોનાની સ્થિતિ સતત વણસી રહી છે.જ્યારે કોરોનાના મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ત્યારે રાજકોટ જિલ્લામા કોરોનાથી છેલ્લા 4 દિવસમાં ચોંકાવનારો આંકડો આવ્યો સામે આવ્યા છે.

કોરોના કેસની સંખ્યા

તારીખમૃત્યુ

01.04.2021થી

02.04.2021

12

02.04.2021થી

03.04.2021

13

03.04.2021થી

04.04.2021

14

રાજકોટ શહેરમા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વાત કરીએ તો દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 20 હજાર પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 1325 દર્દી સારવાર હેઠળ છે. તેમજ રવિવારે 153 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. ત્યારે 04.04.2021ની 276 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.શહેરમાં રવિવારે સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોય તેવા 14 વ્યક્તિનાં મૃત્યુ થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિનું મોત કોરોનાથી થયું ન હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યુ છે. રવિવારે રાજકોટ શહેરમાં 233 કેસ અને જિલ્લામાં 43 એમ કુલ 276 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 20003 અને જિલ્લામાં 7769 થઇ છે.

આ પણ વાંચો : રાજકોટમાં 20 માર્ચથી શહેરના તમામ બાગ-બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે

કંઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

રાજકોટ અને જિલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે તેને લયન તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે જ્યારે રાજકોટ કોરોના બેડની વાત કરીએ તો રાજકોટમાં કુલ બેડની સંખ્યા 933 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્પિટલ ESIS હોસ્પિટલ કેંસર હોસ્પિટલ
કુલ બેડ: 590ખાલી બેડ: 476 કુલ બેડ: 110ખાલી બેડ : 110કુલ બેડ: 41ખાલી બેડ : 41કુલ બેડ: 192ખાલી બેડ :128

હાલ રાજકોટમાં 933 પેકી 604 બેડમાં હાલ કોરોના દર્દી સારવાર લય રહ્યા છે.ત્યારે 329 બેડ હજુ પણ ખાલી પડયા છે.

વધુ સુવિધા માટે તંત્ર તૈયાર

રાજકોટ અને જિલ્લામા જે રીતે કોરોનાએ માથું ઊંચક્યું છે તેને લઇને તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને ETV Bharat ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો કોરોનાનું સંક્રમણ વધશેતો હજુ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.ત્યારે દિનપ્રતિ-દિન બાળકોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે ત્યારે બાળકો માટે પીડિયાટ્રિકમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા બેડ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.

Last Updated : Apr 5, 2021, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.