- રાજકોટ મનપાની સરાહનીય કામગીરી
- યાત્રીકોના સ્ક્રિનિંગ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા
- 13 યાત્રીકો કોરોના પોઝિટિવ નિકળ્યા
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજકોટ મનપા દ્વારા હરિદ્વારના કુંભમેળામાંથી રાજકોટ પરત આવેલા 147 યાત્રિકોનું રેલવે સ્ટેશન ખાતે રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ અને હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન 13 યાત્રિકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં 9 યાત્રી રાજકોટના અને 4 યાત્રી અન્ય શહેરના હતા જેમને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવશે. હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ આવતા યાત્રીકોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ઉતરતા યાત્રિકોનું એન્ટીજન ટેસ્ટિંગ અને હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રિકોના સ્ક્રિનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ રાજ્યમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 10,340 કેસ, 110ના મોત
મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા કરાઇ કામગીરી
રાજકોટ રેલવે સ્ટેશને આજે સોમવારે સવારે 8:15 કલાકે દહેરાદુન-ઓખા ઉતરાંચલ એક્સપ્રેસ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન પર આવી હતી. જેમાંથી 147 યાત્રિકો રાજકોટ રેલવે સ્ટેશને ઉતર્યા હતા. મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા તમામ યાત્રિકોનું એન્ટીજન ટેસ્ટિંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતુ અને મનપા દ્વારા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 67 પોઝિટિવ દર્દીઓના થયા મોત