ETV Bharat / city

રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે ત્રણ વખત દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ - University Police Station

રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે. જેમાં રાજકોટના એક વિસ્તારમાં રહેતા યુવક સંજયે ધોરણ 12ની વિદ્યાર્થિનીને તેના પરિવારને મારી નાંખવાની ધાક ધમકી આપી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી ત્રણ વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. વિદ્યાર્થિની સાથે ત્રણ- ત્રણ વખત થયેલા દુષ્કર્મની ફરિયાદ થતા શહેરભરમાં ચકચાર મચી છે.

રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે ત્રણ વખત દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ

author img

By

Published : Feb 10, 2021, 8:37 PM IST

  • રાજકોટમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
  • ત્રણ વખત દુષ્કર્મ થયાની નોંધાઈ ફરિયાદ
  • પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

રાજકોટઃ શહેરમાં ધોરણ 12ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટના એક વિસ્તારમાં રહેતા યુવક સંજયે ધોરણ 12ની વિદ્યાર્થિનીને તેના પરિવારને મારી નાંખવાની ધાક ધમકી આપી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરી ત્રણ વખત બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યુ હતું. યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સંજય કડીયા કામ કરતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જ્યારે તેની વિરુદ્ધ પોલીસે દુષ્કર્મ, પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભાઇને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યો

ભોગ બનનારી સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, સંજય ત્રણ વર્ષથી અમારી દીકરીને ઓળખે છે અને પોતાને તથા ભાઇને મારી નાંખવાની તેને ધમકીઓ આપી હતી. આરોપી બળજબરી પૂર્વક પ્રેમસંબંધ બાંધવા માટે દબાણ કરે છે. તેમજ મોબાઇલ ફોનમાં વાત કરવાનું કહેતો રહે છે. 6 ફેબ્રુઆરીના રોજ બપોરે મળવા બોલાવતાં પોતે સાઇકલ લઇને ગઇ હતી. ત્યારે સંજય સાથે તેના મિત્રો કમલેશ, જયેશ પણ હતાં. આ ચારેય થોડીવાર બેઠા હતાં. જયેશે મારા અને સંજયના મોબાઇલમાં ફોટા પાડ્યા હતાં. એ પછી સંજયે બંનેને બહાર જવાનું કહ્યું હતું. એ પછી ભાઇને મારી નાંખવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.