ETV Bharat / city

રાજકોટમાં યુવાનને ગભરામણ થતા રસ્તા પર સૂઈ ગયો, રસ્તા પર અપાઈ પ્રાથમિક સારવાર - Rajkot corona NEWS

રાજકોટમાં કોરોના સંક્રમણે દર્દનાક સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ સારવાર માટે કલાકો રાહ જોવી પડી રહી છે. ત્યારે બીજી બાજુ સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સો પણ પૂરતી મળતી નથી. એવામાં રાત્રિના સમયે એક યુવાનને ગભરામણ થતા રસ્તા પર જ સૂઈ ગયો હતો. જેને રાહદારીઓ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

રાજકોટમાં યુવાનને ગભરામણ થતા રસ્તા પર સૂઈ ગયો, રસ્તા પર અપાઈ પ્રાથમિક સારવાર

author img

By

Published : Apr 13, 2021, 7:51 PM IST

  • રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાથી વણસી રહી છે પરિસ્થિતિ
  • રાજકોટમાં મોડી રાત્રે એક દર્દીને ગભરામણ થતા રસ્તા પર સૂઈ ગયો
  • એમ્બ્યુલન્સને ફોન કર્યા બાદ મોડી આવતા દર્દીને પડી હાલાકી

રાજકોટ: શહેર-જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. કોરોના દર્દીઓ માટે બેડ નથી. તો ક્યાંક ઓક્સિજન નથી. કેટલીક જગ્યાઓ પર દર્દીઓ 108માં સારવાર લઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં રસ્તા પર જ સારવાર કરવામાં આવે છે. તાજેતરમાં જ રાજકોટના મવડી વિસ્તારના આનંદ બાંગ્લા ચોક પાસે એક યુવાનને ગભરામણ થતા તે રસ્તા પર જ સૂઈ ગયો હતો. કફોડી હાલતમાં સળવળી રહેલા આ દર્દીની કોઈ મદદે ન આવતા સ્થાનિકો તેમજ રાહદારીઓ દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

રાજકોટમાં યુવાનને ગભરામણ થતા રસ્તા પર સૂઈ ગયો, રસ્તા પર અપાઈ પ્રાથમિક સારવાર

108 મોડી પહોંચતા દર્દીએ કર્યો ભારે મુશ્કેલીનો સામનો

રાજકોટમાં કોરોના દર્દીની દયનીય પરિસ્થિતિ જોવા મળી હતી. લોકોએ ઉભા રહીને દર્દીની સ્થિતિ જોતા રહ્યા હતા, પરંતુ દર્દીની મદદે કોઈ આવ્યું ન હતું. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક મીડિયા કર્મીએ જીવ જોખમમાં મૂકીને વ્યક્તિનો જીવ બચાવવા દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108ને ફોન કરવામાં આવ્યો હતો. જોકે, તે પણ મોડી આવતા દર્દીએ કથળતી હાલતમાં રાહ જોવી પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.