ETV Bharat / city

જૂનાગઢમાં યુવાનો મેળવી રહ્યા છે પર્વતારોહણની તાલીમ - પર્વતારોહણ

જૂનાગઢમાં છેલ્લા કેટલાક વર્ષથી એડવેન્ચર સ્પોર્ટ્સને લઈને પર્વતારોહણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો પોતાની સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે તે માટે પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે.

Mountaineering news
Mountaineering news
author img

By

Published : Dec 28, 2020, 4:50 PM IST

  • યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિ પ્રબળ બને તે માટે પર્વતારોહણની તાલીમ
  • એડવેન્ચર સ્પોર્ટ્સ જેવી સાહસિક રમતની અનેક શક્યતાઓ જૂનાગઢમાં બની રહી છે પ્રબળ
  • પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર શરૂ કરાયું

જૂનાગઢઃ છેલ્લા કેટલાક વર્ષથી એડવેન્ચર સ્પોર્ટ્સને લઈને પર્વતારોહણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો પોતાની સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકે તે માટે પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે.

Mountaineering news
યુવાનો મેળવી રહ્યા છે પર્વતારોહણની તાલીમ

યુવાનો એડવેન્ચર સ્પોર્ટ તરફ આગળ વધી મેળવી રહ્યા છે પર્વતારોહણની તાલીમ

જૂનાગઢમાં પાછલા કેટલાક વર્ષોથી પંડિત દિન દયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ પર્વતારોહણ તાલીમ દ્વારા યુવાનોમાં શાળા અને કોલેજ કક્ષાના શિક્ષણથી જ સાહસિક પ્રવૃત્તિઓ વધુ પ્રબળ બને તેમજ તેના દ્વારા રોજગારી મેળવે તેવા ઉમદા ઉદ્દેશ સાથે ભવનાથમાં પર્વતારોહણ તાલીમ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. જેમાં એક દિવસીય પર્વતારોહણ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કેટલાક યુવાનોએ પર્વતારોહણની તાલીમનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓનો જાત અનુભવ પણ કર્યો હતો.

યુવાનોમાં પર્વતારોહણ બની રહ્યું છે પ્રચલિતગિરનારને હિમાલયનો પણ ગુરુ માનવામાં આવે છે. ત્યારે આ વિસ્તારમાં ખાસ કરીને એડવેન્ચર સ્પોર્ટ્સ અને પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિ અને રમત જગતને પ્રાધાન્ય મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જેને ધ્યાને રાખીને ગિરનારમાં પર્વતારોહણ તાલીમ કેન્દ્રની શરૂઆત કરાઈ છે. આ તાલીમ કેન્દ્રમાં વર્ષ દરમિયાન આયોજિત થતા અલગ-અલગ કેમ્પમાં યુવાનો જોડાઇને પોતાની જાતને સાહસિક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને રોક ક્લાઈમ્બિંગ માં અનુભવ મેળવે છે. આવી પ્રવૃત્તિઓથી જીવવાનો પોતાની માનસિક અને શારીરિક સ્થિતિને વધુ મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે. તેમજ આ પ્રવૃત્તિઓ થકી રમત જગત સાથે સંકળાયેલી રોજગારી પણ મેળવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ત્યારે ગિરનારમાં આયોજિત થયેલા આ કેમ્પમાં યુવાનો જોડાઇને ગિરનાર ટ્રેકીંગની મુશ્કેલ અને કઠિન કહી શકાય તેવી તાલીમ મેળવી હતી.
જૂનાગઢમાં યુવાનો મેળવી રહ્યા છે પર્વતારોહણની તાલીમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.