જૂનાગઢ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસીયા ગામમાં (Sarsia Village of Dhari Taluka) વર્ષો બાદ શોલે ફિલ્મનું દ્રશ્ય ફરી એક વખત નજર સમક્ષ ખડું થયું (Film Sholay scene flashed once again) હતું. સરસીયા ગામનો એક યુવાન પોતાની પ્રેમિકાને મનાવવા માટે મોબાઈલ ટાવર પર ચડી (Young Man climbed the tower) ગયો હતો. જેને મહા મુશ્કેલીએ લોકોએ નીચે ઉતારીને સમજાવટથી કામ પતાવ્યું હતું. સમગ્ર મામલામાં હજુ સુધી પોલીસ ફરિયાદ થવા પામી ન હતી.
સરસિયામાં સર્જાયુ શોલે જેવું દ્રશ્ય વર્ષો બાદ શોલે ફિલ્મનું દ્રશ્ય ફરી એક વખત નજર સમક્ષ ખડું થયું છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસીયા ગામમાં પ્રેમી યુવકે પોતાની પ્રેમિકાને મનાવવા માટે મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. સમય રહેતા ગામના લોકોએ યુવકને મહા મહેનતે સમજાવીને તેને નીચે ઉતારવામાં સફળતા મેળવી હતી. યુવક પોતાની પ્રેમિકાને મનાવવા માટે મોબાઇલ ટાવર પર આત્મહત્યા કરવા માટે ચડ્યો હતો. સબ નસીબે સમય રહેતા યુવાને હેમખેમ મોબાઈલ ટાવર નીચે ઉતારી લેવામાં ગામ લોકોને સફળતા મળી હતી. સમગ્ર મામલામાં હજુ સુધી પોલીસ ફરિયાદ થયેલી નથી, પરંતુ જે પ્રકારે શોલે ચલચિત્રમાં પ્રેમિકાને પામવા માટે પ્રેમી પાણીના ટાંકા પર ચડી જાય છે. બિલકુલ તેજ રીતે સરસીયાનો યુવાન પોતાની પ્રેમિકાને મનાવવા માટે મોબાઈલ ટાવર પર ચડેલો જોવા મળ્યો હતો.
ગામનો યુવક યુવતી સાથે એક તરફી પ્રેમમાં સરસિયા ગામનો યુવાન ગામની જ યુવતી સાથે એક તરફી પ્રેમમાં પડ્યો હતો, પરંતુ યુવતી એ યુવાનના પ્રેમનો અસ્વીકાર કરતા યુવાનને ખૂબ માઠુ લાગી આવ્યું હતું. તેના બદલામાં પોતાના પ્રેમની પરીક્ષા આપવા માટે તે મોબાઇલ ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરવા માટે ગયો હતો, પરંતુ ગામ લોકોની ભારે સમજાવટથી યુવાનને નીચે ઉતારવામાં સફળ થયા હતા. થોડા દિવસ પૂર્વે જ માનસિક વિકલાંગ વ્યક્તિ પણ અમદાવાદમાં (Mentally disabled person committed suicide ) આ પ્રકારે આત્મહત્યા કરી હતી. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હજુ સુધી સમગ્ર મામલામાં પોલીસ કમ્પ્લેન નોંધાવા પામી ન હતી.