ETV Bharat / city

Yamuna Chunari Manorath : મથુરા બાદ ક્યાં યોજાય છે યમુનાજીનો ચુનરી મનોરથ જૂઓ

આજે ભવનાથની તળેટીમાં આવેલા દામોદર કુંડ ખાતે યમુનાજીનો ચુનરી મનોરથ (Yamuna Chunari Manorath ) યોજાયો હતો. વરસતા વરસાદની વચ્ચે વૈષ્ણવોએ યમુનાજીને ચુનરી અર્પણ કરીને શ્રી હરિ વિષ્ણુ પ્રત્યે પોતાના ભક્તિ અને ભાવની ધાર્મિક આસ્થા (Vaishanav Sampraday Manorath) રજૂ કરી હતી.

Yamuna Chunari Manorath : મથુરા બાદ ક્યાં યોજાય છે યમુનાજીનો ચુનરી મનોરથ જૂઓ
Yamuna Chunari Manorath : મથુરા બાદ ક્યાં યોજાય છે યમુનાજીનો ચુનરી મનોરથ જૂઓ
author img

By

Published : Jun 13, 2022, 4:17 PM IST

જૂનાગઢ- ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે યમુનાજીનો ચુનરી મનોરથ (Yamuna Chunari Manorath )યોજવામાં આવ્યો હતો. વૈષ્ણવો દ્વારા દર વર્ષે યમુનાજીના ચુનરી મનોરથનું આયોજન દામોદર કુંડ (Yamunaji Chunari Manorath in Junagadh ) ખાતે કરાય છે. ત્યારે આજે વરસતા વરસાદની વચ્ચે વૈષ્ણવોએ યમુનાજીના ચુનરી મનોરથમાં ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે સહભાગી બનીને શ્રી હરિ વિષ્ણુ પ્રત્યે પોતાનો ભાવ અને ભક્તિ અર્પણ કરીને શ્રીહરિના પટરાણી યમુનાજીને ચુનરી અર્પણ કરીને શ્રીહરિ વિષ્ણુની કૃપા સદાય સૌ વૈષ્ણવો પર બની રહે તેવી આસ્થા સાથે ચુનરી મનોરથમાં (Vaishanav Sampraday Manorath) જોડાયા હતાં.

ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓના અહમને તોડવા માટે રાધારાણી સાથે અંતર્મુખ થયાં હતાં

આ પણ વાંચોઃ પવિત્ર અધિક પુરુષોત્તમ માસના અંતિમ રવિવારે રાધા દામોદરજી મંદિર ખાતે ચુનરી મનોરથનું આયોજન કરાયું

ગોપીઓનો વિરહ ચુનરી મનોરથ સાથે જોડાયેલો છે - ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી યમુનાજી કલિન્દનંદની પર્વતની પુત્રી હતાં. કૃષ્ણ ભક્તિમાં ગોપીઓ એટલી તલ્લીન બની ગઈ હતી કે તેઓ ખુદ એવું માનવા લાગી હતી કે શ્રી હરિ વિષ્ણુ એક માત્ર તેમની સાથે રહેશે અને તેઓ માટે સદાય ગોપીઓને દર્શન આપતા રહેશે. આવા ગોપીઓના પ્રેમ ભાવને કારણે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓના અહમને તોડવા માટે રાધારાણી સાથે અંતર્મુખ થયાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ અંતર્મુખ થતા ગોપીઓ ખૂબ જ આકુળ વ્યાકુળ બની હતી અને શ્રી હરિના દર્શન માટે યાચનાઓ કરતી હતી. આ સમયે ગોપીઓએ શ્રીકૃષ્ણના પટરાણી યમુનાજીને ચુનરી અને સિંગાર અર્પણ કર્યો હતો. ગોપીઓની આ અહોભાવને ભગવાન શ્રીકૃષ્ણે સમજી લીધો અને ગોપીઓને દર્શન આપ્યાં ત્યારથી યમુનાજીનો ચુનરી મનોરથ (Yamuna Chunari Manorath )યોજવામાં આવે છે.

આ પણ વાંચોઃ Azadi Ka Amrit Mahotsav: દામોદર કુંડમાં ગાંધીજીના અસ્થિ વિસર્જનું જૂનાગઢ આજે પણ લઈ રહ્યું છે ગર્વ

ચુનરી મનોરથનો ભાગવતમાં છે ઉલ્લેખ - ગોપીઓ દ્વારા યમુનાજીના મનોરથનો ભાગવતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.યમુનાજીને શ્રી કૃષ્ણ અને ભક્તિ સાથે જોડનારા તત્વ તરીકે પણ ગોપીઓ દ્વારા ચુનરી મનોરથનું આયોજન કર્યું હતું. આજે પણ વૈષ્ણવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે તેમનો ભક્તિસભર મિલાપ થાય તે માટે યમુનાજીનો ચુનરી મનોરથ યોજાય છે. મથુરાના વિશ્રામ ઘાટ ખાતે જે પ્રકારે યમુનાજીનો ચુનરી મનોરથ યોજાય છે તે જ પરંપરા અને ધાર્મિક આસ્થા સાથે જૂનાગઢના દામોદર કુંડ ખાતે પણ યમુનાજીનો ચુનરી મનોરથ (Yamuna Chunari Manorath )યોજાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.