ETV Bharat / city

ઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'

દર વર્ષે 20મી માર્ચને 'વિશ્વ ચકલી દિવસ' (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવે છે. ચકલીની લુપ્ત થઈ રહેલી પ્રજાતીને બચાવવા માટે આજે સમગ્ર વિશ્વના દેશો 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે.

ઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'
ઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'
author img

By

Published : Mar 20, 2022, 1:40 PM IST

જૂનાગઢ: આજે સમગ્ર 'વિશ્વ ચકલી દિવસ'ની (World Sparrow Day) ઉજવણી કરી રહ્યું છે. એક સમયે ઘર ઘરના પક્ષી તરીકે ઓળખાતી ચકલી આજે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. ત્યારે સંકટગ્રસ્ત ચકલીની પ્રજાતિને બચાવવા માટે આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં જનજાગૃતિ આવે અને આપણા ચકીબેન ફરી ઘર ઘરનું પક્ષી બની રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ઘર ઘરના પક્ષીને બચાવવા માટે ઉજવાઈ છે 'વિશ્વ ચકલી દિવસ'

આ પણ વાંચો: World Sparrow Day : જાણો શા માટે આજના દિવસે ઉજવવામાં આવે છે 'વિશ્વ ચકલી દિવસ'

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે ચકલી દિવસ : ઘરના પક્ષી તરીકે જાણીતું અને માનીતું બનેલું રૂપકડું પક્ષી એટલે ચકલી આજે સમગ્ર વિશ્વમાં દેશો ચકલીઓને બચાવવા માટે ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છે. એક સમય હતો કે ચકલીને સમગ્ર વિશ્વમાં ઘરના પક્ષી તરીકે ઓળખવામાં આવતું હતું સામાન્ય રીતે ચકલીઓ નજર પડે ત્યાં જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે વાતાવરણની અનિશ્ચિતતા અને પ્રતિકૂળતા તેમજ સતત વધી રહેલા શહેરીકરણને કારણે ચકલીઓની પ્રજાપતિ સમગ્ર વિશ્વમાંથી ધીમે-ધીમે ઓછી થવા લાગી આ સંખ્યામાં એટલી હદે ઘટાડો થયો કે ચકલીને લુપ્ત થતી અટકાવવા માટે વિશેષ અભિયાનની શરૂઆત કરવાનું સમગ્ર વિશ્વના દેશોએ વિચાર્યું અને માર્ચ મહિનાના 20મી તારીખે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસની ઉજવણી કરબાની શરૂઆત થઈ હતી. ચકલીને બચાવવા માટે નો આ અંતિમ પ્રયાસ હતો જે હવે ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે ચકલીઓની સંખ્યા શહેરી વિસ્તારમાં ખૂબ ઘટી ગઇ છે પરંતુ ગામડાના લોકોની વિશેષ જાગૃતિને કારણે ઘરનું માનીતું પક્ષી ચકલી આજે ગામડાઓમાં કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે જે ખૂબ સારો સંકેત આપી રહી છે.

પરસોતમભાઈ પોશીયા નિત્ય અને નિયમિત રીતે ચકલીને આપે છે ખોરાક અને પાણી : જૂનાગઢમાં રહેતા પરસોતમભાઈ પોશિયા પાછલા કેટલાક વર્ષોથી ચકલીઓને લઈને ખૂબ જાગૃત બની રહ્યા છે અને ખાસ કરીને કોરોના સંક્રમણ કાળમાં જે પ્રકારે lockdown જેવી સ્થિતિ હતી ત્યારે ચકલીઓને પીવાનું પાણી અને ખોરાકની ખૂબ મોટી અછત ઊભી થઈ હતી ત્યારથી પરસોતમભાઈ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ચકલીઓને પીવાનું પાણી અને તેને અનાજના દાણા ખોરાક તરીકે પૂરા પાડવાની શરૂઆત કરી જે આજે પણ અવિરત પણે જોવા મળી રહી શકે પરસોત્તમભાઈ નિત્યક્રમે સવાર અને સાંજ ચકલીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા પોતે જ કરે છે અને આ વ્યવસ્થા હવે તેઓ આજીવન કરવાની ઈચ્છા પણ રાખી રહ્યા છે એક સમય હતો કે ઘરમાં ચકલીનું ચીચી સંભળાતું પરંતુ શહેરીકરણને કારણે આ ચકલીનુ ચીચી સિમેન્ટના જંગલો વચ્ચે ક્યાંક ગુમ થઈ ગયું હતું.જેને ફરી પાછું શહેરી વિસ્તારમાં લાવવું ખૂબ મુશ્કેલ છે પરંતુ ગામડાઓમાં આ ચીચી કરતું પક્ષી અવશ્ય સચવાઈ રહે તેના માટે પરસોતમભાઈ પ્રયાસ કરી રહ્યા છે અને પ્રયાસો નું પરિણામ સામે આવી રહ્યું છે કે ખૂબ મોટી સંખ્યામાં ચકલીઓની પ્રજાતિ ધીમે ધીમે જોવા મળી રહી છે ચકલીઓ લુપ્ત થતી બચાવવાનુ શ્રેષ્ઠ પરિણામ ધિમેધિમે આગળ ધપી રહ્યું છે.

આ પણ વાંચો: ચકલીઓને નુકસાન ન પહોંચે એટલે યુવકે 10 વર્ષથી ઘરનું રિનોવેશન નથી કરાવ્યું

આધુનિક યુગમાં શહેરીકરણને કારણે ચકલીઓની સંખ્યા સતત ઘટી : ચકલી એક માત્ર એવું પક્ષી છે કે તે સતત માનવ વસાહતોની વચ્ચે અને તેના ઘરમાં જોવા મળતું પક્ષી છે ચકલીઓ મોટેભાગે કોઇ પણ વ્યક્તિના ઘરમાં માળો બનાવીને તેની સંતતિના વિસ્તાર કરતી હોય છે પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણને કારણે જે બહુમાળી ઇમારતો ખડકાઈ રહી છે તેને કારણે ચકલીઓને માળા બનાવવાની જગ્યા નામશેષ થઈ રહી છે આવી પરિસ્થિતિમાં ચકલી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને આજે શહેરમાં ખૂબ જૂજ પ્રમાણમાં ચકલીઓ જોવા મળી રહી છે, પરંતુ ગામડાના લોકોની જાગૃતિ અને ચકલી પ્રત્યેનો તેમનો પ્રેમ આજે ચકલીને ફરી પાછું ઘરનું પક્ષી બનાવવા માટે જે જાગૃતતા સાથે કામ કરી રહ્યા છે તે હવે રંગ લાવતુ જોવા મળી રહ્યું છે અને ગામડા માંથી પણ ઓછી થઈ રહેલી ચકલીઓ હવે ધીમે ધીમે જોવા મળી રહી છે આ સફળતાથી જરા પણ ઓછું માની શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.