જૂનાગઢઃ માંગરોળના દરિયામાં હાલ પાણીનો રંગ બદલાતાં અનેક તર્કવિર્તક સર્જાયાં હતાં. કારણ કે દરિયામાં પાણીનો રંગ ચોમાસાનું નવું પાણી કે નદીવોંકળાનું પાણી દરિયામાં જવાથી પાણીનો રંગ બદલાતો હોય છે. પરંતુ હાલ તો હજુ ચોમાસાની શરૂઆત થવાને પણ કેટલાક દિવસની વાર છે ત્યાં દરિયામાં પાણીના રંગમાં ફેરફાર થતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.
ખાસ કરીને જાણકારોનું માનવું એવું છે કે હાલ દરિયામાં ચોમાસાના કરંટના કારણે પાણીના કલરમાં બદલાવ જોવા મળી રહ્યો છે.