ETV Bharat / city

ગિરનાર રોપ વે શરુ થતાં નાના વેપારીઓને રોજગારીની સમસ્યા સર્જાઈ

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે ગિરનાર પર્વત પર નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ માટે આફતનો રસ્તો બની રહ્યો છે. રોપ-વે શરૂ થવાથી 100 જેટલા નાના અને મધ્યમ વેપારીઓ બેરોજગાર બન્યાં છે. રોપ વે શરૂ થવાથી યાત્રિકો ગિરનાર સીડી પર આવવાનું ટાળતાં સ્થાનિક રોજગારી પર સંકટ ઊભું થયું છે.

ગિરનાર રોપ વે શરુ થતાં નાના વેપારીઓને રોજગારીની સમસ્યા સર્જાઈ
ગિરનાર રોપ વે શરુ થતાં નાના વેપારીઓને રોજગારીની સમસ્યા સર્જાઈ
author img

By

Published : Nov 6, 2020, 3:00 PM IST

  • ગિરનાર રોપ વે શરૂ થયા બાદ ગિરનારના પગથિયા પર રોજગારી મેળવતાં નાના દુકાનદારો મુકાયા મુશ્કેલીમાં
  • 100 કરતાં વધુ નાના દુકાનદારો બેરોજગારી તરફ આગળ વધી રહ્યા છે
  • પર્યટનને વેગવંતુ બનાવતો ગિરનાર રોપ વે સ્થાનિક રોજગાર માટે સમસ્યા
  • બેરોજગાર નાના દુકાનદારો જીવનનિર્વાહ માટે બન્યાં ચિંતિત

    જૂનાગઢ- ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી લાંબો રોપ-વે શરૂ થઈ ગયો છે ત્યારે છેલ્લા 30 વર્ષથી ગિરનારના પગથિયા પર નાની-મોટી દુકાનો કરીને છૂટક રોજગારી મેળવતા દુકાનદારો હવે મુશ્કેલીમાં મુકાયા છે. રોપ વે શરૂ થવાને કારણે ગિરનાર આવતા 90 ટકા યાત્રિકો રોપવેમાં યાત્રા કરીને અંબાજી મંદિર સુધી પહોંચે છે. જેને કારણે ગિરનારની સીડીઓ ઉપર ખાણીપીણી તેમ જ પ્રસાદ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં નાના દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.
    બેરોજગાર નાના દુકાનદારો જીવનનિર્વાહ માટે બન્યાં ચિંતિત

  • તાજેતરમાં જ શરુ થયો છે રોપ વે

ગિરનાર પર્વત પર બનેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે રાષ્ટ્રને સમર્પિત થયો છે. ટુરિઝમની દુનિયામાં ગિરનાર રોપ વે એશિયાનું નજરાણું બની ચૂક્યો છે ત્યારે તેને કારણે હવે નાના અને મધ્યમ વેપારીઓની રોજગારી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. રોપવેમાં યાત્રા કરવા માટે જૂનાગઢ આવતાં યાત્રિકો હવે ગિરનારની સીડી તરફ જવાનું ટાળી રહ્યા છે. તેને કારણે છેલ્લા 30 કરતાં વધુ વર્ષોથી ગિરનારની સીડી પર નાના અને મધ્યમ દુકાનદારો રોજગારી મેળવીને તેમના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા હતા. હવે રોપ-વે શરૂ થતાં જ જૂનાગઢ આવતા મોટાભાગના યાત્રિકો પગથિયા પરથી ગિરનાર જવાનું ટાળી રહ્યાં છે જેને કારણે આવા નાના અને મધ્યમ દુકાનદારો સામે રોજગારીનું ગંભીર સંકટ ઊભું થયું છે.

રોપ-વે શરૂ થવાથી 100 જેટલા નાના અને મધ્યમ વેપારીઓ બેરોજગાર બન્યાં છે
પર્યટનમાં વધારો તેની સામે સ્થાનિક રોજગારીમાં ઘટાડોગિરનાર રોપ વે શરૂ થવાને કારણે મોટાભાગના યાત્રિકો રોપ વે પરથી અંબાજી મંદિર સુધી જવાનું પસંદ કરે છે. જ્યારે રોપ વે અસ્તિત્વમાં ન હતો ત્યારે અહીં આવતા પ્રત્યેક યાત્રિકો અંબાજી મંદિર અને ગુરુ દત્તાત્રેય શિખર સુધી જવા માટે ગિરનાર પર્વત પર બનેલી સીડીઓનો ઉપયોગ કરતા હતા. ત્યારે અંબાજી મંદિર અને ગુરુ દત્તાત્રેય શિખર સુધી 100 કરતાં વધુ નાના મોટા અસ્થાઈ દુકાનો ધરાવીને રોજગારી પ્રાપ્ત કરતા દુકાનદારો વર્ષભર પોતાના પરિવારનું નિર્વહન કરી શકે તેટલું કમાઈ રહ્યા હતા. પરંતુ હવે જ્યારે રોપ-વે શરૂ થઈ ગયો છે ત્યારે મોટાભાગના પ્રવાસીઓ અંબાજી મંદિર સુધી જવા માટે રોપ વેનો સહારો લઈ રહ્યા છે. જેને કારણે ગિરનારની સીડીઓ પર રોજગારી મેળવતા નાના દુકાનદારોની રોજગારી સામે સંકટ ઊભું થયું છે. કેટલાક દુકાનદારોએ તો હવે અન્ય રોજગાર તરફ જવાનું વિચારી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.