- કોરોના સંક્રમણના કારણે પુરવઠા અધિકારીએ ખરીદી બંધ કરવાનો કર્યો નિર્ણય
- સંક્રમણ ઓછું થશે ત્યારે ફરી એક વખત ખરીદી કરવામાં આવશે શરૂ
- જિલ્લાના 9 ખરીદ સેન્ટર પર અચોક્કસ સમય સુધી ખરીદી બંધ
જૂનાગઢઃ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બુધવારે જુનાગઢ, ભેસાણ સહિત જિલ્લાના 9 ખરીદ સેન્ટર પર અચોક્કસ સમય સુધી ખરીદી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુરવઠા અધિકારી નિરવ ગોવાણી સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે આ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ
17 દિવસ ચાલેલી ખરીદી કોરોના સંક્રમણને કારણે અંતે કરવામાં આવી બંધ
જૂનાગઢ શહેર અને અન્ય તાલુકામાં આવેલા 9 ખરીદ સેન્ટર પર ગત 2 એપ્રિલને શુક્રવારના દિવસે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત 17 દિવસ સુધી ચાલ્યાં બાદ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આવી પરિસ્થિતિમાં ખેડૂતો સંક્રમણનો ભોગ ન બને તેમજ વાઈરસ વધુ ન ફેલાય તેને ધ્યાને રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી અચોક્કસ સમય અને સરકાર દ્વારા નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.