ETV Bharat / city

કડવા પાટીદાર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન બનવાથી જૂનાગઢ જિલ્લાની વિધાનસભાઓમાં શું પડી શકે છે ફર્ક? જુઓ

ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા ઉપેન્દ્ર પટેલનું રાજતિલક કરવામાં આવ્યો છે. તેઓ આજે વિધિવત રીતે મુખ્યપ્રધાનનું પદ સંભાળશે. તેવામાં પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદાર મુખ્યપ્રધાન બનવાની સાથે જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી પાટીદાર બહુલિક માનવામાં આવતી વિસાવદર અને માણાવદર બેઠક પર ભૂપેન્દ્ર પટેલની પસંદગીને લઈને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કેવા પ્રતિભાવો પડી શકે છે તેને લઈને અમે વિશેષ અહેવાલ રજૂ કરી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ
author img

By

Published : Sep 13, 2021, 2:11 PM IST

Updated : Sep 13, 2021, 2:27 PM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ ગ્રહણ કરશે
  • ભૂપેન્દ્ર પટેલ પહેલા કડવા પાટીદાર મુખ્યપ્રધાન બનશે
  • ભૂપેન્દ્ર પટેલની પસંદગીને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર અસર પડી શકે છે

જૂનાગઢઃ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ ગ્રહણ કરશે. ત્યારે કડવા પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલની પસંદગીને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર અસર પડી શકે છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લામાં આવતી 5 વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજને અનુલક્ષીને કેવા પ્રકારની રાજકીય ફેરફારો જોવા મળશે. તેને લઈને ETV Bharatની ટીમે જ્ઞાતિ-જાતિના સમીકરણને લઈને વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવતી માંગરોળ, કેશોદ, માણાવદર, જૂનાગઢ અને વિસાવદર બેઠકો પૈકી વિધાનસભા બેઠક કડવા પાટીદાર બહુલિક, જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક લેઉવા પાટીદાર બહુલિક મતદારો ધરાવે છે. આ પૈકી કેશોદ અને માંગરોળ વિધાનસભા બેઠક પર કોળી મતદારોનો દબદબો જોવા મળે છે. તો જૂનાગઢ વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારો પણ નિર્ણાયક માનવામાં આવે છે ત્યારે રાજ્યના પ્રથમ વખત કડવા પાટીદાર ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે. તો વિધાનસભાના જ્ઞાતિગત સમીકરણો પર ચોક્કસ અસર જોવા મળશે. તેઓ જૂનાગઢના રાજકીય વિશ્લેષક કિશોર હદવાણી સમગ્ર જાતિગત સમીકરણના આધારે ચિતાર રજૂ કર્યો છે.

રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ ગ્રહણ કરશે

આ પણ વાંચો- નવા સીએમ ભુપેન્દ્ર પટેલ બપોરે 2 કલાકે શપથ લેશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર

વિસાવદર લેઉવા પાટીદાર તો માણાવદર કડવા પાટીદાર બહુલીક વિધાનસભા

જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠકની કરીએ તો, આ બેઠક પર અંદાજિત 85,000 જેટલા પાટીદાર મતદારો છે. આ પૈકી 58,000 જેટલા કડવા પાટીદાર અને 27,000ની આસપાસ લેઉવા પાટીદાર મતદારો છે. વર્ષોથી આ બેઠક પાટીદાર મતદારો બહુલિક બની રહી છે, પરંતુ અહીંથી છેલ્લા કેટલાક વર્ષોથી વર્તમાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. આ અગાઉ રતીભાઈ સુરેજા અહીંથી વિધાનસભ્ય બનીને સરકારમાં પ્રધાન પદ સુધી પહોંચી ગયા છે, જેને જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠક પર અંદાજિત સવા લાખ કરતા વધુ પાટીદાર મતદારો નોંધાયેલા છે. આ પૈકીના મોટા ભાગના મતદારો લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. આ બેઠક પરથી અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ ચૂંટણી જીતીને રાજ્યના મુખ્યપ્રધાન સુધી પહોંચ્યા છે. છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસના હર્ષદ રિબડિયા વિધાનસભ્ય બનીને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અહીં લેઉવા પાટીદાર મતદારોનો દબદબો હોવાને કારણે અહીંથી લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર ધારાસભ્ય બની રહ્યા છે.

માણાવદર બેઠક પરથી છેલ્લા કેટલાક વર્ષોથી વર્તમાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે

આ પણ વાંચો- નીતિન પટેલ મીડિયા સામે થયા ગળગળા, રોકી ન શક્યા ભાવના

માંગરોળ તેમ જ કેશોદ બેઠક પર પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં જોવા મળતા નથી

જૂનાગઢ જિલ્લાની કનયાબે વિધાનસભા બેઠક કેશોદ અને માંગરોળ પર કોઈ મતદારોનો ખૂબ મોટો પ્રભાવ અને દબદબો છે. અહીંથી કોળી ઉમેદવાર રોજ ચૂંટણી જંગ જીતી શકે તેવા જ્ઞાતિ અને જાતિના સમીકરણો જોવા મળી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢ વિધાનસભા બેઠકની વાત કરીએ તો 60,200 પાટીદાર મતદારો નોંધાયા છે. આ પૈકીના 40,000ની આસપાસ લેઉવા પાટીદાર અને 20,000ની આસપાસ કડવા પાટીદાર મતદારો નોંધાયા છે. આ મતદારો કોઈપણ ઉમેદવારને ચૂંટણી જીતાડવા કરાવવા માટે એ નિર્ણાયક બની શકે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોનો ઈતિહાસ છે કે, જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી પાટીદાર ઉમેદવાર ધારાસભ્ય બનીને ગુજરાત વિધાનસભામાં પહોંચ્યો નથી. ભાજપે કડવા પાટીદાર ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યપ્રધાનની જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે ત્યારે આગામી વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં આ નિર્ણય કેટલો ઉપયોગી બનશે તે આવનારો સમય બતાવશે.

Last Updated : Sep 13, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.