- મહેન્દ્ર મશરૂ એ જૂનાગઢ બેઠક પર 6 વખત પ્રતિનિધિત્વ કર્યું
- જૂનાગઢમાં 25 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીમાં પરાજિત થયો
- ૧૯૯૦ અને 95 માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતાં
જૂનાગઢ : જૂનાગઢ બેઠકનું વિધાનસભામાં છ-છ વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા મહેન્દ્ર મશરૂ એ આજે ETV Bharat સમક્ષ પોતાની રાજકીય કારકિર્દી અને ભાજપની નવી રણનીતિ અંગે ખુલીને વાત હતી. મશરુ એ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમાં ભરોસો વ્યક્ત કર્યો હતો અને ભાજપનો વિજય થશે એવું સ્પષ્ટ પણે માની રહ્યા છે. કોંગ્રેસના યુવા નેતા જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ બાબતે મહેન્દ્ર મશરૂએ થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરી છે.
સવાલ : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જુનાગઢ બેઠકનું વિધાનસભામાં છ-છ વખત પ્રતિનિધિત્વ કરી ચૂકેલા મહેન્દ્ર મશરુ શું માને છે?
જવાબ : આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. વિકાસની રાજનીતિ અને વિકાસના મુદ્દાને લઈને આગામી 2021 મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જશે પાછલા 25 વર્ષથી ભાજપની સરકારે જે વિકાસનાં કાર્યો ગુજરાતમાં કર્યા છે તેને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવીને 2021 માં જનતા પાસે મત માંગવામાં આવશે અને ભાજપની વિકાસની રાજનીતિ પર લોકો મંજૂરીની મહોર મારશે.
સવાલ : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનો રિપીટ થિયરીમાં આગળ ધપવા માંગે છે મહેન્દ્ર મશરૂનો રિપીટ થિયરી ને 2021 માં કઈ રીતે જુએ છે?
જવાબ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જે દૃઢતાથી કામ કરી રહ્યા છે તેના ભાગરૂપે આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં નો રિપીટ થિયરી કારગર સાબિત થશે. ભાજપ માટે ચૂંટણી જીતવાનુ નવું હથિયાર સાબિત થશે પ્રદેશ પ્રમુખ ૧૮૨ વિધાનસભા બેઠક જીતવાનો જે દાવો કરી રહ્યા છે તેને લઈને ભાજપના તમામ નાના અને કદ્દાવર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહને કારણે જ ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક પર આગામી ચૂંટણીઓમાં ભાજપનો ઝળહળતો વિજય થશે.
સવાલ : વિધાનસભાની ચૂંટણીઓ આધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી લડાશે પતાકડા વહેચીને ધારાસભ્ય બનેલા મહેન્દ્ર મશરૂ આધુનિક ટેકનોલોજી અંગે શું વિચારી રહ્યા છે?
જવાબ : આધુનિક સમયની સાથે ટેકનોલોજીમાં બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ ચૂંટણી પ્રચારનો પણ એક ભાગ બની રહ્યો છે. હાલ પ્રત્યાયન સંસાધનો ખૂબ વધી રહ્યા છે ત્યારે મોબાઇલનાં માધ્યમ થકી પ્રત્યેક મતદાર સુધી પહોંચીને ચૂંટણી પ્રચાર કરવો સહેલો બની રહે છે. વધુમાં મશરૂ આધુનિક ટેકનોલોજીને આંગળીનાં ટેરવે ઉપલબ્ધ સુવિધાઓ તરીકે માની રહ્યો છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ રાજકીય પક્ષો ભરપૂર કરશે અને કરવો જોઈએ તેવો મત મહેન્દ્ર મશરૂએ પ્રગટ કર્યો છે.
સવાલ : વર્ષ 2017માં જૂનાગઢની સીટ પર ભાજપનો પરાજય થયો હતો 2021નાં ચૂંટણી પરિણામો જુનાગઢ સીટ પર કેવા હશે?
જવાબ : વર્ષ 2017માં રાજ્યમાં આંદોલનો રાજકીય ચરમસીમા પર હતાં આવા સમયે રાજકીય રીતે ભાજપને નુકસાન થયું હતું જેનો સીધો ફાયદો જુનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને થયો અને ભાજપનો ઉમેદવાર 25 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીમાં પરાજિત થયો હતો. હવે જ્યારે પાછલા પાંચ વર્ષથી જુનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પ્રતિનિધિ ધારાસભ્ય બન્યા છે ત્યારે કોંગ્રેસ થી જુનાગઢનાં મતદારોને મોહભંગ થયો છે અને 2017 માં જૂનાગઢ બેઠક પર ગુમાવેલું કમળ ભાજપ એક વખત હાંસલ કરશે.
સવાલ : અપક્ષ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કર્યા બાદ કોઈપણ ધારાસભ્ય રાજકીય પક્ષમાં પાછળથી જોડાતો હોય છે શા કારણે અપક્ષ માંથી ચૂંટાયેલો ધારાસભ્ય રાજકીય પક્ષનાં કાર્યકર તરીકે કામ કરવા ઉત્સુક હોય છે?
જવાબ : હું ૧૯૯૦ અને 95 માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી જંગ જીત્યો હતો ત્યારબાદ 1998માં ભાજપમાં સામેલ થયો હતો. હું પ્રારંભનાં સમયથી સંઘની વિચારધારા સાથે સંકળાયેલો છું અને જનસંઘનાં આંદોલન અને જનસંઘનાં કાર્યકર તરીકે મેં મારું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે. આવા સમયે ગુજરાતમાં ભાજપની સરકાર આવવાની સાથે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનાં આગ્રહને કારણે હુ ભાજપમાં જોડાયો હતો.
સવાલ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ યુવા નેતૃત્વને આગળ કરીને ચૂંટણી લડી શકે છે જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ વિશે મહેન્દ્ર મશરૂ શું માની રહ્યા છે?
જવાબ : કોંગ્રેસ યુવા નેતૃત્વને લઇને વર્ષ ૨૦૨૧ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અંગે રણનીતિ બનાવી રહી છે અને તે મુજબ આગળ વધીને ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવા રાજકીય સમીકરણો હાલના સમયે જોવા મળી રહ્યા છે. કોઈ પણ યુવા નેતા રાજકીય કારકિર્દી શરૂ કરે ત્યારનો સમય અને તે નેતાને રાજ્ય કે તેના મત વિસ્તારની પ્રજા સ્વિકારે તેની વચ્ચે એક નિશ્ચિત સમયગાળો હોય છે. જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ ગુજરાત કોગ્રેસનાં યુવા નેતાઓ છે હાલનાં સમયે તેના ભવિષ્ય વિશે કહેવું ખૂબ મુશ્કેલ છે.