- જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 8 ની એક બેઠક માટે યોજાઈ રહ્યુ છે મતદાન
- ભાજપ કોંગ્રેસ અને NCP ના ઉમેદવારો વચ્ચે છે ચૂંટણી જંગ
- આગામી મંગળવાર અને પાંચ તારીખના દિવસે વોર્ડ નંબર 8 ને મળશે એક નવા કોર્પોરેટર
જૂનાગઢ: મનપાના વોર્ડ નંબર 8 ના NCP ના કોર્પોરેટર વિજય વોરાનું અવસાન થતાં એક બેઠક ખાલી પડી હતી. જેના પર આજે 3 ઓક્ટોબરે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મતદાન મથકો પર મતદારોનો મતદાનને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળતો હતો. બીજી તરફ કેટલાક મતદાન મથકોમાં મતદારોની પાંખી હાજરી પણ જોવા મળી હતી. આજે મતદાન પૂર્ણ થયા બાદ મંગળવારના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં વોર્ડ નંબર 8 ને નવા કોર્પોરેટર મળશે.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી
વોર્ડ નંબર આઠ ના 18 હજાર કરતા વધુ મતદારો પસંદ કરશે નવા કોર્પોરેટરને
વોર્ડ નંબર 8 માં ભાજપ કોંગ્રેસ અને NCP ના ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. જેના રાજકીય ભવિષ્યનો નિર્ણય વોર્ડ નંબર 8 ના 18,875 જેટલા મતદારો કરશે. જેના માટે 24 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના નવા કોર્પોરેટરની ચૂંટણી કરશે. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ 5 તારીખ અને મંગળવારના દિવસે પ્રાંત અધિકારીની કચેરીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 8 ના વિજેતા ઉમેદવારને જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: અરવલ્લીમાં 4 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ, 44,285 મતદારો કરશે 12 ઉમેદવારોના ભાવિનો ફેંસલો