- આજથી જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં સામુહિક રસીકરણ કેન્દ્ર કયા શરુ
- જવાહર મંદિરમાં 45 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે કેમ્પનું કરાયું આયોજન
- સવારથી મોટી સંખ્યામાં લોકોની રસીકરણ કેન્દ્રમાં જોવા મળી હાજરી
જૂનાગઢ: આજથી શહેર અને જિલ્લામાં સામૂહિક ધોરણે કોરોના રસીકરણ મહાઅભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકોએ કોરોના રસીકરણ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને કેમ્પમાં હાજરી આપીને કોરોના સંક્રમણ સામે પોતાની જાતને સુરક્ષિત કરે તે પ્રકારે કોરોના રસી લેતા જોવા મળ્યા હતા. મુખ્યપ્રધાને તમામ સામાજિક સંગઠનો અને NGOને અપીલ કરી હતી કે, કરોના રસીકરણ કેમ્પનું આયોજન કરે છે. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં હાજર રહીને કેમ્પમાં આવેલા પ્રત્યેક વ્યક્તિને કોરોના રસીકરણથી સંક્રમણ સામે સુરક્ષિત કરશે.
આ પણ વાંચો:વલસાડમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે 387 કેન્દ્ર પર કોરોના રસીકરણ શરૂ
સતત વધતા કોરોના સંક્રમણને કારણે પણ લોકો હવે રસીકરણ માટે આવી રહ્યા છે બહાર
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કોરોના સામે એકમાત્ર ઉપાય તરીકે વર્તમાન સમયમાં રસીને જ માનવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં હવે 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની પ્રત્યેક વ્યક્તિઓ કોરોના રસી લેવા માટે આગળ આવી રહી છે. થોડા સમય અગાઉ રસીને લઇને અનેક શંકાકુશંકાઓ જોવા મળતી હતી. પરંતુ જે પ્રકારે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, તેને ધ્યાને રાખીને હવે મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લેવા માટે સ્વયંભૂ આગળ આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં 50 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓ અને બિમાર લોકો કોરોના સામે રસીકરણ કેમ્પમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો:મહીસાગર જિલ્લો કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યો