- ડો રાજેશ રવિયા આ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય બન્યા
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસરને અમેરિકાથી મળ્યો એવોર્ડ
- બોટની વિભાગના પ્રોફેસર રાજેશ રવિયાને ટેકનોલોજી ગ્રાન્ટ એવોર્ડ અપાયો
- આ પ્રકારનો એવોર્ડ મેળવનારા તેઓ સૌપ્રથમ ભારતીય બન્યા
જૂનાગઢઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બોટની વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો. રાજેશ રવિયાને અમેરિકાના બોસ્ટન શહેર સ્થિત બાયોલોજી સોસાયટી દ્વારા આ વર્ષના ટેકનોલોજી ગ્રાન્ટ એવોર્ડથી નવાજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજેશ રવિયાને આ પ્રકારનો એવોર્ડ જાહેર થતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોમાં પણ ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ પ્રકારનો એવોર્ડ મેળવનાર ડોક્ટર રાજેશ રવિયા સર્વપ્રથમ ભારતીય પણ બની રહ્યા છે.
આ પણ વાંચોઃ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ત્રીજા વર્ષની પરીક્ષા શરૂ
ડોક્ટર રાજેશ રવિયાને 600 યુ.એસ.ડોલરની ગ્રાન્ટ પણ આગામી દિવસોમાં મળશે
વનસ્પતિ શાસ્ત્રી તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર આગામી મે મહિનામાં યોજાનાર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં તેમના સંશોધન પત્રને રજૂ કરવા માટેની જરૂરી સાધનસામગ્રી મેળવી શકે તે માટે તેમણે આર્થિક સહાય પણ કરવામાં આવી છે. પોતાના સંશોધનોને વૈશ્વિક સ્તરે રજૂ કરીને જૂનાગઢનુ નામ વિશ્વના નકશા પર ફરી એકવાર રોશન કરવામાં સફળતા મેળવશે.