ETV Bharat / city

Udan Khatola Ropeway: જૂનાગઢમાં લોકો લાપરવાહ બની ઉડન ખટોલા રોપવેની સફરે - જૂનાગઢ કોરોના સંક્રમણ

સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને જૂનાગઢમાં ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે. ગિરનારમાં બનેલા ઉડન ખટોલા રોપવે (Udan Khatola Ropeway)માં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોના સંક્રમણના તમામ નીતિ નિયમો અને દિશા નિર્દેશોનો ભંગ કરી સફર કરતા જોવા મળ્યા હતા.

Udan Khatola Ropeway: જૂનાગઢમાં લોકો લાપરવાહ બની ઉડન ખટોલા રોપવેની સફરે

author img

By

Published : Dec 26, 2021, 10:10 PM IST

જૂનાગઢ: કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસની વચ્ચે જૂનાગઢમાં ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા દૃશ્યો સામે આવ્યા છે, ગિરનાર પર બનેલા એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપ-વે (Udan Khatola Ropeway) પર તમામ પ્રકારની કોરોના સાવચેતીનું પાલન કર્યા વગર ખૂબ મોટી સંખ્યામાં લોકો (People in Junagadh become careless ) પર્યટનની મજા માણવા માટે આવતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે, સતત વધી રહેલો કોરોનાનો ખતરો આ પ્રકારના દ્રશ્યો હવે ચિંતા ઉપજાવે તે પ્રકારે ભયાવહ બની રહ્યા છે.

Udan Khatola Ropeway: જૂનાગઢમાં લોકો લાપરવાહ બની ઉડન ખટોલા રોપવેની સફરે

સતત વધતા કોરોના સંક્રમણની લોકો બેફીકર

પાછલા બે-ત્રણ દિવસથી કોરોનાનું સંક્રમણ (Corona in Junagadh) સતત અને ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સતત વધતા કોરોના સંક્રમિત કેસોની સંખ્યા હવે ખૂબ જ ચિંતાજનક બની રહી છે, તબીબો પણ ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયની વચ્ચે જૂનાગઢમાં આવેલા અને એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે ઉડન ખટોલા પર ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે રવિવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર રોપ-વેની રોમાંચકારી સફર (Udan Khatola Ropeway trip)નો અનુભવ કરવા માટે વૈશ્વિક મહામારી કોરોનાને નજર અંદાજ કરી રહ્યા છે.

લોકો ભૂલ્યા કોરોના જેવી વૈશ્વિક મહામારી

રોપવેની રોમાંચકારી સફરનો અનુભવ કરતા લોકો કોરોના જેવી વૈશ્વિક મહામારીને જાણે કે કોરાણે મૂકીને જીવનને ઇરાદાપૂર્વક ભયમાં મૂકતા હોય તે પ્રકારના ચિંતાજનક દૃશ્ય સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીના ભરડામાં ફરી એક વખત પિસાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ પાછલા દિવસોમાં સંક્રમિત કેસોની સંખ્યા 180ને પાર કરી ચૂકી છે. આવી પરિસ્થિતિમાં લોકોની આ બેદરકારી નિષ્કાળજી અને બેજવાબદારી પૂર્વક કરવામાં આવેલી વર્તણૂક ફરી એક વખત વૈશ્વિક મહામારી સમા કોરોના વાયરસને મોકળું મેદાન આપે તેવા ચિંતાજનક દૃશ્ય આજે જૂનાગઢમાં સામે આવ્યા છે.

આ પણ વાંચો: તહેવારોના દિવસોમાં ગિરનાર રોપ-વે પર ઉમટ્યું માનવ મહેરામણ: કોવિડ ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ

આ પણ વાંચો: ગિરનાર પર રોપ-વે તો છે, પણ જાણો શું છે પગથિયા ચડીને માં અંબાજીના દર્શનનું મહત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.