ETV Bharat / city

ઉડન ખટોલા ગિરનાર રોપ-વેને મળ્યું ભારતનું પ્રથમ સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સલામતીનું પ્રમાણપત્ર - girnar news

ગિરનારમાં એશિયાના સૌથી લાંબા કાર્યરત ઉડન ખટોલા રોપ-વેને નેધરલેન્ડ દ્વારા સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સલામતી માટે માઈ કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવનાર ઉડન ખટોલા ગિરનાર રોપ-વે ભારતની પ્રથમ કંપની બની છે. ગુરુવારે પર્યટન પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં આ સર્ટિફિકેટ ઉડન ખટોલા સંચાલકોને એનાયત કરવામાં આવ્યું હતું.

ઉડન ખટોલા
ઉડન ખટોલા
author img

By

Published : Jul 2, 2021, 10:50 PM IST

  • ઉડન ખટોલા ગિરનાર રોપ-વેને મળ્યું માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટીફીકેટ
  • નેધરલેન્ડ સ્થિત ડી એન વી કંપનીએ આપ્યું ઉડન ખટોલા ને પ્રમાણપત્ર
  • પર્યટન પ્રધાન જવાહર ચાવડા ની હાજરીમાં પ્રમાણપત્ર કંપનીના અધિકારીઓને અપાયું

જૂનાગઢ: ગિરનાર પર કાર્યરત ઉડન ખટોલા ગિરનાર રોપ-વે કે, જે એશિયાના સૌથી લાંબા રોપ-વે તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. ત્યારે તેને નેધરલેન્ડ સ્થિત DNV કંપની દ્વારા માય કેર ઇન્ફેકશન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે ઉડન ખટોલા ફરીથી કાર્યરત

વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ મીડિયાના મારફતે કરાયું હતું લોકાર્પણ

આ પ્રસંગે રાજ્યના પર્યટનપ્રધાન જવાહર ચાવડા, અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરીબાપુ અને રોપ-વે મેનેજર દિપક કપલીશની હાજરીમાં આ પ્રમાણપત્ર ગ્રહણ કરવાનો જાજરમાન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ કંપનીના અધિકારીને પ્રમાણપત્ર એનાયત કરીને કંપનીનું બહુમાન પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 24મી ઓક્ટોબર 2020ના દિવસે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ મીડિયાના મારફતે ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

ગિરનાર રોપ-વેને મળ્યું પ્રમાણપત્ર

સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સલામતી માટેનું પ્રમાણપત્ર મેળવનારા ઉડન ખટોલા બની દેશની પ્રથમ કંપની

નેધરલેન્ડ સ્થિત DNV કંપનીના અધિકારીઓ પાછલા કેટલાક સમયથી ગિરનાર રોપ-વેમાં આપવામાં આવતી સુવિધાઓનો કયાસ કાઢી રહ્યા હતા. અધિકારીઓ રોપ-વેના પ્રવાસ દરમિયાન સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અને સલામતી આ ત્રણેય પાસા પર ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને જે પ્રકારે રોપ-વેનું સંચાલન અત્યાર સુધી થઈ રહ્યું છે તેમાં ઉપરોક્ત ત્રણેય બાબતોનો ખૂબ જ કાળજીપૂર્વક અને ચીવટતાથી અમલ કરાવવામાં આવી રહ્યો છે.

સર્ટિફિકેટ
સર્ટિફિકેટ

આ પણ વાંચો:ગિરનાર રોપ-વેના લોકાર્પણના એક મહિના સુધીમાં 75 હજાર પ્રવાસીઓએ કરી સફર

ઉષા બ્રેકો ભારતમાં રોપ-વે ચલાવનારી સૌથી જૂની કંપની

સ્વાસ્થ્ય અને સલામતીની બાબતોને ધ્યાને રાખીને ઉડન ખટોલા ગિરનાર રોપ-વેને my care infection risk management certificate એનાયત કરવામાં આવ્યું છે. ઉષા બ્રેકો કંપની ભારતમાં રોપ-વે ચલાવનારી સૌથી જૂની કંપની છે, ત્યારે આ પ્રકારનું પ્રમાણપત્ર ઉડન ખટોલા ગિરનાર રોપ-વેને મળ્યું છે તેને કારણે આવું પ્રમાણપત્ર મેળવનાર તે ભારતની પ્રથમ કંપની પણ બની રહી છે.

ઉડન ખટોલા
પર્યટન પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.