ETV Bharat / city

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 2 સિંહણોએ 8 સિંહબાળને જન્મ આપ્યો - જૂનાગઢ પ્રાણીસંગ્રાહાલય

મંગળવારની રાત્રિ દરમિયાન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 2 સિંહણોએ આઠ સિંહબાળને જન્મ આપ્યો છે. જેથી પ્રાણી સંગ્રહાલયમાં કુલ 17 જેટલા સિંહબાળ થયાં છે.

ETV BHARAT
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 2 સિંહણોએ 8 સિંહબાળને જન્મ આપ્યો
author img

By

Published : Apr 8, 2020, 5:35 PM IST

જૂનાગઢઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. દુનિયાના એક પણ દેશમાંથી સારા સમાચારો પ્રાપ્ત નથી થઈ રહ્યા. ગુજરાતમાં પણ કોરોનાના કહેરની વચ્ચે લોકો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે આવા કપરા અને વિકટ સમય વચ્ચે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી વધુ એક સારા સમાચાર મળી રહ્યાં છે. મંગળવારની રાત્રિ દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલી 2 સિંહણોએ 8 સાવજોને જન્મ આપ્યો છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 2 સિંહણોએ 8 સિંહબાળને જન્મ આપ્યો

મંગળવારની રાત્રિના સમયે એક સિંહણે 6 અને બીજી સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો છે. ગત 8 દિવસમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 5 સિંહણોએ 17 જેટલા બચ્ચાઓને જન્મ આપતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય નાના સાવજોની કિલકિલાટથી ગુંજી રહ્યું છે. બચ્ચાને જન્મ આપનારી સિંહણ તેમના સાવજોને ખૂબ જ કાળજી સાથે દેખરેખ રાખી રહી છે. સામાન્ય સંજોગોમાં સિંહણ એકથી લઇને ત્રણ બચ્ચાને જન્મ આપતી હોય છે, પરંતુ એક સાથે 6 જેટલા બચ્ચાને જન્મ આપવો તેને લઈને પણ વનવિભાગમાં અચરજની સાથે ખૂશી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.