ETV Bharat / city

Traders protest against GST hike 2022 : પગરખાં પર વધેલા જીએસટીના દર પરત ખેંચાવવા મેદાને ઊતર્યાં વેપારીઓ

author img

By

Published : Jan 4, 2022, 3:27 PM IST

જૂનાગઢમાં પગરખાં વેપારીઓ જીએસટી વધારાને લઇને આંદોલન પર ઊતર્યાં છે. પગરખાં વેપારીઓ વેપાર બંધ રાખી વધારેલો જીએસટી પરત ખેંચવાની માગ સાથે કલેક્ટર કચેરી (Traders protest against GST hike 2022) પહોંચ્યાં હતાં અને આવેદનપત્ર આપ્યું હતું.

Traders protest against GST hike 2022 : પગરખાં પર વધેલા જીએસટીના દર પરત ખેંચાવવા મેદાને ઊતર્યાં વેપારીઓ
Traders protest against GST hike 2022 : પગરખાં પર વધેલા જીએસટીના દર પરત ખેંચાવવા મેદાને ઊતર્યાં વેપારીઓ

જૂનાગઢ: કાપડ બાદ હવે પગરખાના વેપારીઓ પણ વધેલા જીએસટી પરત લેવાને લઈને આંદોલનના (Junagadh shoes Traders Protest) માર્ગે છે. આજે જૂનાગઢના પગરખાં વેપારીઓ દ્વારા દિવસ દરમ્યાન તેમના વેપાર-ધંધા બંધ રાખીને વધેલા જીએસટીને પરત ખેંચવાની માગ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં. અહીં આવેદનપત્ર આપીને કેન્દ્ર અને રાજ્ય સરકાર વધેલો જીએસટીનો દર પરત ખેંચે (Traders protest against GST hike 2022) તેવી માગ કરી હતી.

પગરખાં વેપારીઓએ કલેક્ટર કચેરીમાં જીએસટી મુદ્દે આવેદન આપ્યું

કાપડમાં કરાયેલો જીએસટી મુલતવી રહ્યો હતો તેથી માગણી

પગરખાં વેપારીઓ માગ કરી રહ્યા છે કે જે પ્રકારે કાપડ પર જીએસટી પરત લેવામાં આવ્યો છે તે મુજબ જ પગરખાં પર પણ જીએસટી પરત લેવામાં આવે તો પગરખાં વેચાણ કરતા વેપારીઓને રોજગારી જળવાઈ રહે. કેન્દ્ર સરકારે કાપડ પર જીએસટી પરત લેવાનો નિર્ણય કર્યો છે તે મુજબ પગરખાં પર પણ વધેલો જીએસટી પરત (increased GST on shoes) લેવામાં આવે તેવી માગ વેપારીઓ (Traders protest against GST hike 2022)કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Textile market of Surat: કાપડ ઉપર 12 ટકા GSTનો નિર્ણય પરત લેવાતા સુરતના વેપારીઓએ મિઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી

1000 રૂપિયાના મૂલ્યના પગરખાં પર 18 ટકા જીએસટી લેવાની છે જોગવાઈ

પગરખાનું વેચાણ કરતાં વેપારીઓ વધેલા જીએસટીના દરને લઈને ભારે (Junagadh shoes Traders Protest) ચિંતિત છે. વેપારીઓ જણાવી રહ્યાં છે કે હજાર રૂપિયાના મૂલ્યના પગરખાં પર 18 ટકા જીએસટીનો દર કેન્દ્ર અને રાજ્ય સરકાર લગાવી રહી છે. આવી પરિસ્થિતિમાં વધેલું જીએસટી ફૂટવેરના વેેચાણને ખૂબ હાનિ પહોંચાડી શકે તેમ છે. 100 રૂપિયાના પગરખાં પર 18 રૂપિયા જીએસટી ખૂબ વધારે હોય તેવું વેપારીઓ (Traders protest against GST hike 2022) માની રહ્યાં છે. સાથે સાથે વધેલા જીએસટીની કિંમતે કોઈપણ ગ્રાહકો પગરખાં ખરીદતાં પૂર્વે ખૂબ વિચારીને પગરખાની ખરીદી કરશે. જેના કારણે પગરખાંની ખરીદીમાં પણ મોટો ઘટાડો જોવા મળશે. જેની વિપરીત અસરો પગરખાંના છૂટક વેચાણ કરતાં વેપારીઓના રોજગાર ધંધા પર પણ પડી શકે છે.

આ પણ વાંચોઃ ATM Service Charges 2022: આજથી ATM સેવાઓ થઈ મોંઘી, જૂનાગઢના ખાતેદારોએ આપી આંદોલનની ચીમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.