- વેપારી મહામંડળ અને સામાજિક સંસ્થાઓએ કેશોદ બંધનું આપ્યું હતું એલાન
- બંધના એલાનમાં કેશોદના શહેરીજનો અને વેપારીઓએ પણ પુરાવ્યો સાથ
- કોરોના સંક્રમણ સામે કેશોદ 48 કલાક સુધી સ્વયંભૂ બંધ જોવા મળ્યું
કેશોદ: સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે હવે સૌ કોઇ ચિંતિત બની રહ્યા છે. આમ, પાછલા 12 મહિનાના સૌથી વધુ કહી શકાય તેવા એક દિવસમાં 4000 કરતાં વધુ કોરોના સંક્રમિત કેશ સામે આવ્યા હતા. સાથે સાથે 30 કરતા વધુ દર્દીઓના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મહામંડળ દ્વારા ગામ શહેર અને બજારને સ્વૈચ્છિક રીતે બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં, આજે વેપારી મહામંડળ અને સામાજિક સંસ્થાઓ દ્વારા 48 કલાક માટે કેશોદ બંધનું એલાન આપ્યું હતું. જેને ભારે સફળતા પણ મળી છે. આજ રવિવારના બંધમાં કેશોદના નાગરિકો અને વેપારીઓ જોડાઈને કેશોદ બંધને સ્વૈચ્છિક રીતે સફળ બનાવ્યું હતું.
આ પણ વાંચો: મોરબીમાં વેપારીઓએ પાળ્યું સ્વૈચ્છિક બંધ
કેશોદમાં વ્યાપારિક સંસ્થાનો બંધ જોવા મળ્યા
આજે રવિવારે આપવામાં આવેલા બંધના પગલે વહેલી સવારથી જ કેશોદના વ્યાપારિક સંસ્થાનો અને મોટી બજારો બંધ જોવા મળી હતી. કેશોદ તાલુકાના આસપાસના ગામોનું હટાણું પણ કેશોદ શહેરમાં હોવાને કારણે ઘણા બધા લોકો કેશોદની અંદર આવ-જા કરતા હોય છે. ત્યારે, સતત વધી રહેલો કોરોનાનું સંક્રમણ વધુ નુકસાન ન પહોંચાડી શકે તેને ધ્યાને રાખીને કેશોદ વેપારી મહામંડળ અને સામાજિક સંસ્થાઓ દ્વારા બંધનો નિર્ણય સામુહિક રીતે કરવામાં આવ્યો હતો. જેનો અમલમાં કેશોદના પ્રત્યેક નાગરિક અને વેપારીએ બંધને સફળ બનાવીને કોરોના સામેની બીજા તબક્કાની લડાઈ વિધિવત રીતે આરંભી દીધી છે.
આ પણ વાંચો: જામનગરના ઠેબા ગામના લોકોએ બેસાડ્યો દાખલો, કોરોનાને હરાવવા સ્વૈચ્છિક બંધ