ETV Bharat / city

કોરોનાનું સંક્રમણ ધટતા ગિરનાર પર્વત પર પ્રવાસીઓનો ધસારો

કોરોનાનું સંકટ ધીમે ધીમે ગુજરાત પરથી દૂર થઈ રહ્યું છે. પાછલા બે વર્ષમાં પ્રથમ વખત સંક્રમિત વ્યક્તિનો આંકડો ડબલ ફિગરમાં પહોંચી ગયો છે. આવી પરિસ્થિતિમાં હવે લોકો પર્યટન સ્થળો પર ઉમટતાં જોવા મળી રહ્યા છે. લોકોની નિષ્કાળજી અને બેદરકારી માથે ભમી રહેલી કોરોનાની ત્રીજી લહેરને જાણે કે અજાણે આમંત્રણ આપી શકે છે તેવા દ્રશ્યો પર્યટન સ્થળો પર જોવા મળી રહ્યા છે.

ગિરનાર પર્વત
ગિરનાર પર્વત
author img

By

Published : Jul 2, 2021, 10:51 PM IST

  • કોરોનાનું સંકટ દૂર થતાં પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો
  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર અને તેની આસપાસના ધાર્મિક અને પર્યટન સ્થળો પર જોવા મળ્યા
  • લોકોની નિષ્કાળજી અને બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આવવા માટે આમંત્રણ આપતી હોય તેવી ચિંતાજનક વાત

જૂનાગઢ: કોરોનાનું સંક્રમણ સતત ધીમે ધીમે સમગ્ર રાજ્યમાંથી ઓછું થઈ રહ્યું છે. અત્યારે કોરોના સંક્રમિત વ્યક્તિનો આંકડો ડબલ ફિગરમાં જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ રાહતના સમાચાર છે. પ્રતિદિન સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતું જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે, તેની વચ્ચે પાછલા બે વર્ષથી ઘરમાં બંધ લોકો હવે પર્યટન સ્થળો પર ઉમટી રહ્યા છે. જાણે કે, ઘરમાં કેદ રહ્યા બાદ લોકો હવે પર્યટન અને ફરવા લાયક સ્થળો પર ખૂબ બહોળા પ્રમાણમાં ઉમટી રહ્યા છે.

ગિરનાર પર્વત પર પ્રવાસીઓ ઉમટ્યા

આ પણ વાંચો: Girnar ropeway: 30 દિવસ કરતાં વધુ સમયથી બંધ ગિરનાર રોપ-વે આવતીકાલથી ફરી થશે શરૂ

લોકોની નિષ્કાળજી અને બેદરકારી કોરોના સંક્રમણની ત્રીજી લહેરને આમંત્રણ પણ આપી શકે

જે પ્રકારે લોકો પર્યટન અને હરવા-ફરવાના સ્થળો પર સતત નીકળી રહ્યા છે, ત્યારે સંક્રમણ સતત કાબૂમાં આવતું જોવા મળી રહ્યું છે. તે લોકોની નિષ્કાળજી અને બેદરકારીને કારણે ત્રીજી લહેરની શક્યતાઓ તબીબો અને આરોગ્ય સંસ્થાઓએ વ્યકત કરી છે. છતાં પ્રવાસીઓનો ખૂબ મોટો પ્રવાહ પર્યટન સ્થળો પર જોવા મળી રહ્યો છે. સંક્રમણ ઘટતાની સાથે જ લોકો હળવાફૂલ થવા ઘરની બહાર નીકળી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે છતાં કોરોના હજુ પણ આપણી વચ્ચે ક્યાંક છુપાયેલ જોવા મળી શકે છે. આવી ચિંતાઓને દરકિનાર કરીને લોકો હવે હરવા-ફરવાના અને ધાર્મિક સ્થળો પર ખૂબ બહોળા પ્રમાણમાં નજરે પડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.