જૂનાગઢ : ગીરમાં વેકેશન ચાલી રહ્યું છે આગામી 15 દિવસ બાદ ગીર પ્રવાસીઓની (Junagadh Tourists) ધમધમતી પ્રવૃત્તિથી ચોમાસાના ચાર મહિના માટે શુષ્ક પડતું જોવા મળશે. પરંતુ, વેકેશનના અંતિમ દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસીઓ ગીરના સિંહોને જોવા માટે વર્ષોથી આવી રહ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી ગીરમાં સિંહની સાથે અન્ય પર્યટન પ્રવૃતિઓ પણ જોડાતી જોવા મળી રહી છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગીરમાં ભક્તિ અને જેનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજી રહ્યું છે. તેવી જ કેસર કેરીને લઈને પણ હવે પ્રવાસીઓ ખૂબ જ ઉત્કંઠાની કેસરીની (Gir Kesar Mango Information) સાથે કેસરની માહિતી મેળવતા થયા છે.
આ પણ વાંચો : Junagadh Mango Auction: કેરીના ચાહકો માટે સારા સમાચાર, થઇ શકે છે આટલો ફાયદો
પ્રવાસીઓ કેસરની રસપ્રદ માહિતી કરી એકત્ર - ગીર આવેલા પ્રવાસીઓએ કેસર અને અન્ય જાતની (Gir Mangoes Types) કેરીઓની માહિતી ખૂબ જ રસ દાખવીને એકત્ર કરી રહ્યા છે. મોટે ભાગે કેરીમાં કેસર રાજાપુરી, હાફૂસ, દશહરી અને તોતાપુરી આવા પ્રચલિત નામો છે. આ તમામ કેરીના ફળનો સ્વાદ અને કેરીના રસિકોએ જોઈ અને માણી હશે. પરંતુ, ગીરમાં પચાસ કરતાં વધુ જાતની કેરીનું ઉત્પાદન આજે પણ થાય છે, ત્યારે ગીર આવતા પ્રવાસીઓ ગીર કેસરીની સાથે ગીરની અન્ય ઓળખ કેરીની વિવિધ જાતો પ્રત્યે માહિતગાર થાય અને તેની નજર સમક્ષ નિહાળે તેનો સ્પર્શ કરે તેની સુગંધની અનુભૂતિ કરે અને કેરી શું છે તે અંગેની માહિતી પ્રાપ્ત કરે છે.
પ્રવાસીઓને માટે કેરી પ્રદર્શન - ગીરના ફાર્મ હાઉસમાં પણ હવે ગીરની કેસર કેરીને લઈને અને ખાસ કરીને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓને ધ્યાને રાખીને કેસર કેરીનું પ્રદર્શન પણ કરવામાં આવે છે. આ પ્રદર્શનને કેટલાક જાગૃતિ પ્રવાસીઓ ખૂબ જ ગંભીરતાથી નિહાળે છે અને સમગ્ર માહિતી પ્રાપ્ત કરે છે. આ માહિતી તેઓએ પ્રથમ વખત પ્રાપ્ત કરી છે. તેવો અનુભવ પણ કરે છે, ત્યારે આવા જ કેટલાક પ્રવાસીઓએ ETV Bharat ભારત સમક્ષ કેરીની માહિતી મેળવ્યા બાદ તેમના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ પણ વાંચો : ફળોના રાજાનો વેપાર અને હરાજીનો અંદાજ, કંઈક આ રીતે બન્યો અદભૂત, જૂઓ વીડિયો...
"કેરીની અનેક જાતોની માહિતી આજે પ્રથમ વખત મેળવી" - મુંબઈથી આવેલા તબીબ અદિતિ દાસે તેના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી હાફુસ, રાજાપુરી, કેસર અને તોતાપુરી કેરીનો સ્વાદ માણ્યો હતો અને તેને નજર સમક્ષ નિહાળી (Gir Kesar Mango) હતી. પરંતુ, ગીર આવ્યા બાદ પચાસ કરતાં વધુ જાતની કેરીઓની ખેતી થાય છે. તેનો સ્વાદ પણ ખૂબ આહલાદક હોય છે. આવો જીવનનો પ્રથમ અનુભવ તેમણે ગીર આવીને કેરીઓ વિશેની માહિતી પ્રાપ્ત કરીને સાચા અર્થમાં ગીર કેસરને તેનો સ્પર્શ કરી અને તેની સોડમ મેળવી હતી. જે અંગેની તમામ (Junagadh Tourists Gir Kesar Mango) રસપ્રદ માહિતી પ્રાપ્ત કરી હતી.