ETV Bharat / city

પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ માણાવદરની સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત - પર્યટન પ્રધાન જવાહર ચાવડા

રાજ્ય સરકારમાં પર્યટન પ્રધાન તરીકે કામ કરી રહેલા અને જૂનાગઢ જિલ્લાના માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે મંગળવારે તેમના મત વિસ્તાર માણાવદરમાં આવેલી સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમણે હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ તેમજ દર્દીઓને મળી રહેલી સ્થળ પરની તબીબી સહાય ને લઈને હોસ્પિટલના તબીબો સહાયક સ્ટાફ અને વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓની સાથે રાખીને આજે મંગળવારે હોસ્પિટલની તલસ્પર્શી મુલાકાત અને જાણકારી પ્રાપ્ત કરી હતી. આ વેળાએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ આગામી દિવસોમાં માંણાવદરમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની હૈયાધારણ પણ આપી હતી.

પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ માણાવદરની સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત

author img

By

Published : Apr 13, 2021, 9:08 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • જવાહર ચાવડાએ માણાવદર સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત
  • જવાહર ચાવડાએ દર્દીઓને મળતી સુવિધાઓ વિષે જાણકારી પ્રાપ્ત કરી

જૂનાગઢઃ રાજ્ય સરકારમાં પર્યટન પ્રધાન તરીકે કામ કરી રહેલા અને જૂનાગઢની માણાવદર બેઠક પરના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે મંગળવારે તેમના મત વિસ્તાર માણાવદરની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમની સાથે હોસ્પિટલના તબીબો તબીબી સહાયકો તેમજ તાલુકાના વહીવટી અધિકારીઓ પણ જોડાયા હતા. જવાહર ચાવડાએ સમગ્ર હોસ્પિટલની મુલાકાત દરમિયાન દર્દીઓને આપવામાં આવતી તબીબી સહાય તેમજ ખૂટતી કેટલીક બાબતોને લઇને ડૉક્ટર અને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને આગામી દિવસોમાં હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે તેવી હૈયાધારણ આપી હતી.

જવાહર ચાવડાએ દર્દીઓને મળતી સુવિધાઓ વિષે જાણકારી પ્રાપ્ત કરી

આ પણ વાંચોઃ જૂનાગઢમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીથી સુરક્ષિત કરાયા

તબીબો અને તાલુકા અધિકારીને જવાહર ચાવડાનો આદેશ

માણાવદરમાં સરકારી હોસ્પિટલની સામે નવા બનેલા તાલુકા પંચાયતના બિલ્ડિંગમાં યુદ્ધના ધોરણે કોવિડ કેર સેન્ટરની આગામી દિવસોમાં શરૂઆત કરવાની હૈયાધારણા પણ પ્રધાન જવાહર ચાવડાએ આપી હતી. વધુમાં તેમણે રસીકરણથી લઈને કોરોના સંક્રમિત વ્યક્તિઓના ટેસ્ટને બાબતે પણ તબીબો અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ખૂબ જ ગંભીર ચર્ચા કરી હતી. રસીકરણ અને ટેસ્ટિંગને યુદ્ધના ધોરણે આગળ ધપાવવાની પણ તબીબોને જવાહર ચાવડાએ તાકીદ કરી હતી. તેમજ પ્રત્યેક વ્યક્તિને વર્તમાન સમયમાં તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ ખૂબ જ ઓછી મુશ્કેલી પડે તે પ્રકારે મળી રહે તેવું આયોજન કરવા તાલુકાના અધિકારીઓ અને તબીબોને આદેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં બેડનો અભાવ, એમ્બ્યુલન્સમાં દર્દીઓને અપાઈ રહ્યો છે ઑક્સિજન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.