- આજે વટ સાવિત્રીની પૂજા
- સોભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દિર્ઘાયુ માટે કરે છે વ્રત
- અનેક દંતકથાઓ જોડાયેલી છે વ્રત સાથે
જૂનાગઢ: આજે (24 જૂન) વટ સાવિત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસ વચ્ચે મહિલાઓ દ્વારા માસ્ક અને સામાજિક અંતર સહિતની તમામ તકેદારીના પગલાઓ સાથે આજે વટ સાવિત્રીના તહેવારની ઉજવણી કરી હતી. ભારતની પ્રાચીન ધાર્મિક માન્યતાઓ મુજબ સત્યવાન અને સાવિત્રીના જીવન પ્રસંગને આજના દિવસે ટાંકવામાં આવ્યો છે. સત્યવાનનું મોત થતાં સાવિત્રીએ યમરાજ પાસેથી સત્યવાનને પુન્હ જીવિત કર્યાની દંતકથા વડ સાવિત્રીના તહેવાર સાથે જોડાયેલી છે. પ્રાચીનકાળમાં સત્યવાનનું મૃત્યુ થતા સાવિત્રીએ જે વૃક્ષ નીચે ભગવાન યમરાજની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા હતા અને યમરાજે સત્યવાનને ફરીથી જીવિત કરવાની ફરજ પડી હતી ત્યારથી વડ સાવિત્રીનું વ્રત ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો : આજે અપરા એકાદશી- જાણો આ એકાદશીનું શું મહત્વ છે?
પ્રાચીન પરંપરા
હિન્દું પ્રાચીન પરંપરા મુજબ વડના વૃક્ષમાં આજના દિવસે બ્રહ્મા વિષ્ણુ શિવ સાવિત્રી અને યમરાજનો વાસ હોય છે, માટે આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે વડનુ ધાર્મિક વિધિ વિધાન સાથે આજે પૂજન કરતી હોય છે. આજના દિવસે વડનું પૂજન કરવાથી જીવનમાં આવેલા સંકટો દૂર થાય છે, તેમજ આજના દિવસે વડના વૃક્ષને દૂધ અને જળ અર્પણ કરવાથી ત્રિદેવ પ્રસન્ન થતા હોવાની ધાર્મિક માન્યતાઓ છે, જેને લઇને આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડના વૃક્ષને જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : vat savitri vrat: વટ સાવિત્રી વ્રત છે અખંડ સૌભાગ્યનું વ્રત
ત્રિદેવનો વાસ વડના વૃક્ષમાં
વડ સાવિત્રીના દિવસે વડના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોવાને કારણે દરેકની ઇચ્છા પૂર્ણ થાય છે. વડના વૃક્ષના મૂળમાં બ્રહ્માજી, થડમાં વિષ્ણુ ભગવાન તેમજ ડાળીઓ અને વૃક્ષના પર્ણો મા શિવજીનો વાસ હોય છે.જેથી આજના દિવસે વડનું પૂજન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્ચતા છે. હિન્દું ધાર્મિક માન્યતાઓ આજે પણ પ્રબળ રીતે વ્યક્ત થતી જોવા મળી રહી છે આટલા ધાર્મિક મહત્વ ધરાવતા વડ સાવિત્રીના તહેવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડનું ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન કરીને વડ સાવિત્રી તહેવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહી છે.