ETV Bharat / city

આજે વિશ્વ ટપાલ ટિકિટ સંગ્રહ દિવસ: રાજા રજવાડાઓની ટપાલ ટિકિટનો સંગ્રહ કરવાના શોખીન વિશે જાણીએ - વિશ્વના અનેક દેશોની ટપાલ

આજે વિશ્વ ટપાલ ટિકિટ સંગ્રહ દિવસ છે. ત્યારે જૂનાગઢના અશોકભાઈ પાસે આઝાદી બાદ અને આઝાદી પહેલાની તેમજ દેશના 320 કરતા વધુ રાજા રજવાડાઓ ની ટપાલ ટિકિટનો અદભૂત સંગ્રહ જોવા મળે છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Oct 13, 2020, 12:43 PM IST

Updated : Oct 13, 2020, 12:59 PM IST

જૂનાગઢ :આજે વિશ્વ ટપાલ ટિકિટ સંગ્રહ દિવસ છે. જૂનાગઢમાં રહેતા અશોકભાઇ બેનાની દ્વારા ટપાલ ટિકિટના સંગ્રહનો શોખને કારણે આજે તેમની પાસે 320 જેટલા રાજા રજવાડાઓના સમયમાં પ્રસિદ્ધ થયેલી ટપાલ ટિકિટો નો સંગ્રહ છે. અશોકભાઈને ૨૮ જેટલા રાષ્ટ્રીયથી લઇને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ નવાજવામાં આવ્યા છે.

તો ચાલો જાણીએ અશોકભાઈ પાસેથી તેમના ટપાલ ટિકિટના સંગ્રહના શોખ વિશેની કેટલીક રસપ્રદ અને જાણી તેમજ અજાણી વાતો. જૂનાગઢમાં રહેતા અશોકભાઇ બેનાની સાતમા ધોરણમાં ભણતા હતા. ત્યારથી તેમને ટપાલ ટિકિટના સંગ્રહનો શોખ જાગ્યો હતો. જે આજે 70માં વર્ષે પણ અકબંધ જોવા મળી રહ્યો છે. ટપાલ ટિકિટના શોખ ને રાજા રજવાડાના શોખ સાથે આજે પણ સરખાવવામાં આવે છે.

આજે વિશ્વ ટપાલ ટિકિટ સંગ્રહ દિવસ

આ પણ વાંચો : 'વિશ્વ ટપાલ દિવસ' નિમિત્તે મહેસાણા જિલ્લાના 67 વર્ષ જૂના ટપાલઘરની ઇટીવી ભારતે લીધી મુલાકાત

બાર વર્ષે ટપાલ ટિકિટના સંગ્રહની શરૂ થયેલી સફર આજે 58 વર્ષે પણ આગળ વધતી જોવા મળી રહી છે .સામાન્ય લોકોના કબાટો દર દાગીના રાચ રસીલું અને કપડાં થી ભરચક જોવા મળતા હોય છે. અશોકભાઇના કપબોર્ડ 320 જેટલા દેશી રજવાડાઓની ટપાલ ટિકિટના આલ્બમમોથી ભરચક જોવા મળી રહ્યા છે

જે રજવાડી શોખથી ટપાલ ટિકિટનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેનાથી પણ મુઠ્ઠી ઊંચેરો તેનો સંગ્રહ કશોકભાઈના ઘરમાં જોવા મળે છે.આઝાદી પહેલા ભારતમાં 584 જેટલા દેશી રાજા અને રજવાડા હતા. જે પૈકીના 320 જેટલા રાજા રજવાડાઓ તેમની ટપાલ ટિકિટ બહાર પાડતા હતા.

આ પણ વાંચો : 50 હજાર પોસ્ટલ સ્ટેમ્પ એકત્રિત કરવાનો અનોખો રેકોર્ડ, વાંચો અહેવાલ

આ તમામ ટપાલ ટિકિટો નો સંગ્રહ હયાતીના હસ્તાક્ષર રૂપે આજે અશોકભાઈ પાસે જોવા મળે છે. સમગ્ર ભારતમાં જૂનાગઢ એકમાત્ર એવું રજવાડું હતું કે તેમને પોતાની સ્વતંત્ર ટપાલ ટિકિટ વર્ષ 1864ના નવેમ્બર મહિનામાં બહાર પાડી હતી. જેનો સંગ્રહ પણ અશોકભાઈ પાસે આજે જોવા મળે છે.

આ સિવાય ઈસ્ટ ઈન્ડિયા કંપની સહિત વિશ્વના અનેક દેશોની ટપાલ ટિકિટનો સંગ્રહ જોઈને આજે શબ્દો ચોક્કસ સરી પડે ખરેખર ટપાલ ટિકિટનું પણ એક રજવાડું હશે અને તેનું મૂકામ એટલે નરસૈયાની નગરી જૂનાગઢ

Last Updated : Oct 13, 2020, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.