જૂનાગઢ : આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસની (National Shipping Day 2022) ઉજવણી થઇ રહી છે. વહાણવટા મારફતે વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધવાની સાથે વ્યાપારિક ગતિવિધિ, દેશ અને દુનિયાના દેશો સાથે શક્ય બને તેને ધ્યાને રાખીને વર્ષ 1964ની પાંચમી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય વહાણવટા દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ છે. આજે આધુનિક સમયમાં વહાણવટાનો વ્યવસાય તેના ઢળતા સમય તરફ આગળ વધી રહ્યો છે.
એક સમયે સૌરાષ્ટ્રના બંદરો ધમધમતા - વહાણવટા મારફતે ધમધમતા સૌરાષ્ટ્રના બંદરો (Shipping at Ports of Saurashtra) તેમાં પણ વેરાવળ બંદર આજે માછીમારી સિવાય અન્ય વહાણવટાની પ્રવૃત્તિથી શુષ્ક જોવા મળી રહ્યું છે. એક સમયે વેરાવળ બંદર પર થી ખાદ્ય-સામગ્રીથી લઈને તેલીબિયાં અને અન્ય ચીજવસ્તુઓ આગ બોટ મારફતે વેરાવળ થી અન્ય રાજ્યો અને વિદેશમાં પણ નિકાસ કરવામાં આવતી હતી જે આજે બિલકુલ બંધ થયેલી જોવા મળે છે.
વર્ષ 1964માં વહાણવટા વ્યવસાયનો સુવર્ણકાળ - વર્ષ 1964માં ભારતમાં વહાણવટા વ્યવસાયના સુવર્ણકાળ (Golden Age of Shipping Business in India) તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. વહાણવટા સાથે સંકળાયેલી 35 જેટલી કંપનીઓ જેતે સમયે કાર્યરત હતી. જે પૈકી 12 જેટલી વહાણવટા કંપનીનું સંચાલન ગુજરાતીઓ ખુદ કરતા હતા. આ બતાવી આપે છે કે વહાણવટા વ્યવસાયને લઈને ગુજરાતના કેવા ઉજળા સંજોગો તે સમયે જોવા મળતા હશે. વર્ષ 1919 માં સિંધિયા સ્ટીમ નેવિગેશનનું વહાણ મુંબઈથી લડંન જવા રવાના થયું હતું. ત્યારથી ભારત વિદેશના દેશો સાથે વહાણવટાના વ્યવસાયની શરૂઆત (Beginning of Shipping Business) થઇ હતી. જે આજે ધીમે ધીમે મર્યાદિત થતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Ship Building for Dubai Sheikh : માંડવીમાં 9 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે 3 માળનું સૌથી મોટું વહાણ
મધ્યકાળના સમયથી વહાણવટુ અને વેપાર - ભારત અને ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના બંદરો (Shipping Business in Gujarat) પરથી મધ્યકાળના સમયથી વહાણવટા મારફતે વેપાર શરૂ થયો હતો. ઇતિહાસમાં આ ઘટનાઓ આજે પણ સાક્ષી પૂરી રહી છે. 50થી લઇને 150 ટનના વહાણો આવ-જા કરતા હતા. જેમાં મુખ્યત્વે ખાદ્ય ચીજ વસ્તુઓ અને તેલીબિયાંની આયાત અને નિકાસ એક પ્રાંત અને અન્ય દેશોમાં કરવામાં આવતી હતી.
વેરાવળ બંદરથી વેપાર ધમધમતો - વર્ષ 1950 ના દસકામાં વેરાવળ બંદર પરથી સીંગદાણા કપાસ, ચોખા, તેલ અને તેલીબિયાં વહાણવટા મારફતે અખાત અને યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. આજે વેરાવળ બંદર પરથી એક માત્ર માછીમાર વ્યવસાય ચાલી રહ્યો છે. અને તેમાં પણ હવે દર વર્ષે ઓટ આવતી જોવા મળી રહી છે. વર્ષ 1960 થી ઇંગ્લેન્ડ યુગોસ્લાવિયા રશિયા જર્મની અને પોલેન્ડ જેવા દેશો સાથે મગફળીના ખોળની નિકાસ કરીને વહાણવટા (Shipping Business from Veraval Port) મારફતે વેરાવળ બંદરથી વેપાર ધમધમતો જોવા મળતો હતો.
આ પણ વાંચો : મોદી-જિનપિંગ વચ્ચે વ્યાપારિક સંબંધને મજબૂત કરવા મુદ્દે ચર્ચા થઈ: વિદેશ મંત્રાલય
1997માં વેરાવળ બંદર પરથી થઈ હતી સૌથી વધુ નિકાસ - વર્ષ 1997 માં વેરાવળ બંદર પરથી 3 લાખ 31 હજાર 273 ટન ની નિકાસ વહાણ મારફતે કરવામાં આવી હતી ત્યારબાદ વેરાવળ બંદર થી નિકાસ ને લઇને ખૂબ ઘટાડો જોવા મળ્યો અને આજે વેરાવળ બંદર થી વહાણવટા મારફતે વ્યાપારિક ગતિવિધિ સંપૂર્ણ ઠપ્પ થયેલી જોવા મળે છે સૌથી માઠા સમાચાર એ છે કે વેરાવળ બંદર પર વર્ષ 2003માં વિદેશી વહાણ ખાદ્ય સહિત અન્ય ચીજ વસ્તુઓ ને લઈને વ્યાપારી ગતિવિધિ માટે વેરાવળ બંદર પર આવ્યો હતો ત્યારબાદ એક પણ વહાણ વેરાવળ બંદર પર વ્યાપારિક ગતિવિધિ માટે આવ્યું નથી જેને કારણે વહાણવટા મારફતે થતાં વ્યવસાય પર ખૂબ મોટા પ્રશ્નાર્થો ઉભા કરી દીધા છે.