આજે કારતક સુદ એકાદશીનું ધાર્મિક પર્વ
દેવ અને પૃથ્વી લોક પર અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે
એકાદશીના દિવસે દેવી સ્વરૂપા તુલસી અને હરી સ્વરૂપ શાલીગ્રામના લગ્નની વીધિ
જૂનાગઢ: આજે દેવ ઉઠી અગિયારસ છે એકાદશી (Ekadashi 2021)ના દિવસે સ્વર્ગ અને ધરતી લોક પર ધાર્મિક કાર્યની શરૂઆત થાય છે, જેથી દેવ ઉઠી અગિયારસનું હિંદુ સનાતન ધર્મમાં ખૂબ મહત્વ છે. પૃથ્વીલોક પર દિવાળીના તહેવારો અગિયારસથી પૂનમના ઉજવાતા હોય છે, લાભપાંચમે પૃથ્વીલોક પર દિવાળીનો તહેવાર પૂર્ણ થાય છે, ત્યારબાદ સ્વર્ગ લોકમાં કારતક સુદ પુનમ સુધી દિવાળીનો માહોલ સર્જાતો હોય છે, જેને દેવદિવાળી (dev diwali 20210 ) તરીકે સ્વર્ગલોકમાં ઉજવવામાં આવે છે. કારતક સુદ પૂર્ણિમાના દિવસે રાક્ષસો દ્વારા સ્થાપિત ત્રણ નગરોનો સંહાર કરીને દેવાધિદેવ શિવશંકરે વિજય મેળવ્યો હતો. સ્વર્ગલોકના દેવતાઓએ રાક્ષસોના નગરોનો શિવ દ્વારા સંહાર કરવામાં આવેલો, ત્યારે દીવડાઓ પ્રગટાવ્યા હતા, ત્યારથી સ્વર્ગલોકમાં દેવદિવાળી મનાવવામાં આવી રહી છે. અષાઢ સુદ એકાદશી વિષ્ણુએ શંખાસુર નામના રાક્ષસને હણીને ક્ષીર સાગરમા પોઢી જાય છે. ત્યારબાદ કારતક સુદ અગિયારસ (Devuthi Agiyaras 2021 )ના દિવસે શ્રી હરી વિષ્ણુ નિંદ્રાધીન અવસ્થામાંથી બહાર આવે છે. ત્યારથી જ દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી સ્વર્ગ લોકમાં શરૂ થાય છે.
કારતક સુદ અગિયારસે ચાર મહિનાની નિદ્રાવસ્થા ત્યાગીને સચેત બને છે વિષ્ણુ
કારતક સુદ અગિયારસના દિવસે વિષ્ણુ ચાર મહિનાની તેમની નિંદ્રાવસ્થાને ભંગ કરીને દેવી સ્વરૂપે તુલસી સાથે લગ્નનો પ્રસંગ યોજાય છે, ત્યારબાદ વિષ્ણુ અને તુલસી પૃથ્વીલોકથી વૈકુંઠલોક પધારે છે, જ્યાં સ્વર્ગલોકના દેવી દેવતાઓ દ્વારા વિષ્ણુ અને તુલસીનું સ્વાગત કરીને તેમને દીવડાઓના ઓજાસથી સ્વર્ગ લોકમાં આવકારે છે. પૃથ્વીલોક પર તુલસી અને શ્રીહરી વિષ્ણુના લગ્ન પરિપૂર્ણ થયા બાદ સાંસારિક લોકો પોતાના સાંસારિક કાર્ય અને માંગલિક કાર્યોની શરૂઆત કરતા હોય છે. એક ધાર્મિક માન્યતા મુજબ તુલસી શ્રાપને સત્ય બનાવવા માટે વિષ્ણુ શાલીગ્રામરૂપી પથ્થર (shaligram stone) બની જાય છે અને દેવઉઠી અગિયારસના દિવસે દેવી સ્વરૂપ તુલસી સાથે લગ્નગ્રંથીથી જોડાય છે.
કારતક સુદ એકાદશી બાદ પૃથ્વીલોક પર સામાજિક અને માંગલિક કાર્યની શરૂઆત
સનાતન હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરાઓ મુજબ દેવઉઠી અગિયારસના દિવસે સાંસારિક લોકો તેમના સામાજિક કાર્યોની શરૂઆત કરતા હોય છે. આ ધાર્મિક માન્યતા અને પરંપરા આદિ-અનાદિ કાળથી ચાલતી આવે છે, જેને લઇને પણ હિન્દુ ધર્મમાં કારતક સુદ એકાદશીનું ખૂબ મહત્વ છે. આજના દિવસે પૃથ્વીલોક પર પ્રત્યેક ઘરમાં તુલસી અને શ્રી વિષ્ણુના પ્રતીકરૂપે શાલીગ્રામના લગ્ન (tulsi vivah 2021 )નો પ્રસંગ યોજતા હોય છે અને ત્યારબાદ પ્રત્યેક ઘરમાં સામાજિક પ્રસંગના આયોજનને લઇને તૈયારીઓ થતી હોય છે.
આ પણ વાંચો: આજે દેવપોઢી અગિયારસ તથા ચતુર્માસનો પ્રારંભ, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
આ પણ વાંચો: પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની શરૂઆત