- મૃતકો જૂનાગઢ જિલ્લાના વંથલીના રહેવાસી હોવાની વિગતો મળી
- ધોરાજી લગ્ન પ્રસંગ પતાવી પરત જતા સર્જાયો અકસ્માત
- અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી
જૂનાગઢ: ધોરાજી ખાતે રહેતા મુસ્લિમ પરિવારના ઘરે લગ્ન પ્રસંગે જુનાગઢ જિલ્લાના વંથલી ગામના યુવાનોને જુનાગઢ રોડ પર આવેલા લવલી વે બીજ પાસે અજાણ્યા ટ્રક ચાલકે 2 બાઇકોને હડફેટે લીધા હતા. આ ઘટનામાં લગ્નમાંથી પાછા ફરતા 3 યુવાનો અને પોતાનું બાઇક લઇને નોકરીના કામે કારખાને જતા મદમદશા અબ્બુલ રજાકશા સંવદીને ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં, અબ્બુલ રજાકશા સંવદીને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અન્ય બાઇક ચાલક સહિત 3 યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: વેકરિયા ડેમ પાસેથી સિંહણ અને 4 ચિકારા મૃત હાલતમાં મળ્યા
અકસ્માતની ઘટના બનતા મૃતકોના પરિવારમાં છવાયું માતમ
આ ઘટનાની જાણ થતા જ, વંથલી ગામના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જયારે, ઘાયલ દર્દીને સારવાર બાદ રજા અપાઇ છે. આથી, ફરીયાદમાં અજાણ્યા ટ્રક ડ્રાઇવર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. જેમાં, પોલીસે IPC કલમ 279/304/337/338/134/177/184 મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢના વિસાવદર તાલુકાના લાલપુર ગામમાં સમાજ સુરક્ષા અધિકારીએ બાળ લગ્ન અટકાવ્યા