- જૂનાગઢમાં સોનીની દુકાનમાં ચોરી
- 80 લાખ કરતાં વધુના સોનાની થઇ ચોરી
- દુકાનમાં સોની કામ કરતા બે કારીગરો ચોરી કરી થયા ફરાર
- એ ડિવીઝન પોલીસે સોની કારીગરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
જૂનાગઢઃ શહેરમાં આવેલા છાયા બજારમાં માંડલીયા જ્વેલર્સમાં સોની કામ કરતાં બે કારીગરો 80 લાખ કરતાં વધુના સોનાની ચોરી કરી હોવાની જવેલર્સે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જ્વેલર્સ નોંધાવેલી ફરિયાદના આધારે ચોરી કરીને નાસી છૂટેલા સોની કારીગરોની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોરીની ઘટના 19 એપ્રિલે બપોરે 12 વાગ્યા બાદ બની હોવાની વિગતો પણ મળી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં 80 હજારની રોકડ રકમ અને દાગીના ચોરાયા
80 લાખ કરતા વધુના સોનાની ચોરી કરી 2 શખ્સ ફરાર
અહીં ગુજરાત અને રાજ્ય બહારના સોની કામ કરતાં કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. સોના અને ચાંદીના દાગીના બનાવવાનું કામ સતત ચાલતું હોય છે આવા સમયે સોની કામ માટે આવેલા બે કારીગરો 80 લાખ કરતા વધુના સોનાની ચોરી કરીને ફરાર થઈ જતા જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચોઃ બે દિવસ અગાઉ જૂનાગઢના એક એપાર્ટમેન્ટમાંથી ચોરી કરનારો ચોર ઝડપાયો
જ્વેલર્સની ફરિયાદને આધારે પોલીસે હાથ ધરી તપાસ
માંડલીયા જ્વેલર્સના માલિક ખેડૂત માંડલીયા 19 એપ્રિલે સોમવારના દિવસે બપોરના સમયે તેમની પેઢી બંધ કરીને ઘરે જમવા માટે ગયા હતા. આ તકનો લાભ લઈને અહીં કામ કરતાં અબ્દુલ આદમ અને સમ્રાટ અજીત નામના બે કારીગરોએ પેઢીનું તાળું તોડીને સોની કામ માટે આવેલું 80 લાખ કરતાં વધુનું અંદાજિત 1984 ગ્રામ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેની જાણ પેઢીના માલિક કીરીટ માંડલીયાને ઘરેથી પરત પેઢી પર આવ્યા બાદ થઇ હતી. જેને ધ્યાને રાખીને જ્વેલર્સે એ ડિવિઝન પોલીસ મથકમાં સોનાની ચોરી થઇ હોવાની ફરિયાદ પણ નોંધાવી છે. આ બન્ને ચોરો ચોરી કરતાં પૂર્વે CCTVને પણ નુકસાન કરી ગયા છે. ત્યારે સમગ્ર મામલાને લઇને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.