જૂનાગઢઃ છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર તેમ જ દાતાર અને ગિરનાર પર્વતમાળા ઉપર સતત અને અવિરત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢ શહેરનું વાતાવરણ ખુબજ રમણીય બની રહ્યું છે તો બીજી તરફ ગિરનાર અને દાતાર પર્વતમાળાઓ પણ કુદરતી સૌંદર્યનો અદ્ભુત અને નયનરમ્ય નજારો પૂરો પાડી રહ્યાં છે. સતત અને ધીમી ધારે વરસાદને કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઊઠેલી જોવા મળી રહી છે ચોતરફ જ્યાં નજર પડે ત્યાં કુદરતનો અદભૂત ખજાનો નજરે ચડી રહ્યો છે.
સતત અને ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો સતત અને ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે છેલ્લા બે દિવસથી દાતાર પર્વત માળાઓની વચ્ચે બનાવવામાં આવેલો વેલિંગ્ડન ડેમ ઓવરફલો થઇને સતત વહી રહ્યો છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફલો થયો હતો આ સિઝનમાં સતત ચોથી વખત ડેમ વરસાદી પાણીથી ઓવરફલો થઇને વહી રહ્યો છે. ડેમ ઓવરફલો થઇને વહી રહ્યો છે તેને જોવો પણ એક કુદરતી નજારા સમાન માનવામાં આવે છે અને દર વર્ષે જૂનાગઢવાસીઓને આ શુભ ઘડી જોવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન આવા દ્રશ્યો ચોથીવાર વાર વેલિંગ્ડન ડેમ નજીક જોવા મળી રહ્યાં છે.સતત અને ધીમીધારે પડી રહેલા વરસાદને કારણે જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો