- જૂનાગઠના વેપારી મિત્રોએ રોજગારી માટે શોધ્યો અનોખો રસ્તો
- ઘડિયાળના વેપારીઓએ શાકભાજીનો ધંધો શરૂ કર્યો
- લોકડાઉનના કારણે આર્થિક સ્થિતી બની હતી કફોડી
જૂનાગઢ : લોકડાઉનમાં સરકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓની વેચાણ કરતી દુકાનોના સિવાય અન્ય દુકાનોને બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જૂનાગઢમાં પણ શાકભાજી કરીયાણું ફળ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. જૂનાગઢના બે વેપારી મિત્રોએ આંશિક લોકડાઉનમાં રોજગારી મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢીને લોકડાઉનના સમયમાં પણ રોજગારી મેળવી રહ્યા છે અને મિત્રો જૂનાગઢના માંગનાથ બજારમાં ઘડિયાળનો વેપાર કરતા હતા પરંતુ દુકાન બંધ રહેવાને કારણે ઘરે બેસી રહેવું અને આવક ગુમાવવી તેના કરતાં કોઈ નવું રોજગાર શોધી લેવાનો વિચાર કર્યો અને દુકાન બહાર શાકભાજી વેચવાની શરૂઆત કરી હતી.
શાકભાજી વેંચીને મેળવી રહ્યા રોજગાર
આ પણ વાંચો : મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ