ETV Bharat / city

કોરોના કાળમાં લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો

કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લીલા નારિયેળના ભાવ પણ હવે વધતા જોવા મળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 10 રૂપિયામાં મળતું લીલું નાળિયેર આજે 50 રૂપિયે મળે છે, તો 30 રૂપિયામાં મળતું ઉચ્ચ કોટિનું નારિયેળ આજે 80 રૂપિયાને પાર થવા જઈ રહ્યું છે. એક તરફ નારિયેળનો પાક મર્યાદિત બન્યો છે, ત્યારે આવા સમયે માગ વધતા બજાર ભાવો વધી રહ્યાનું છૂટક વેપારીઓ જણાવી રહ્યા છે.

લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો
લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો
author img

By

Published : Apr 23, 2021, 6:17 PM IST

  • આગામી દિવસોમાં પ્રતિ નંગ 100ને પાર કરે તેવી શક્યતા
  • કોરોના કાળમાં લીલા નાળિયેરના ભાવ પહોંચ્યા સર્વોત્તમ સપાટીએ
  • 10 રૂપિયામાં મળતું નારિયેળ 50એ પહોંચ્યું, 30માં મળતું નારિયેળ 80ને પાર થવાની આરે
  • બીમારીના સમયમાં લીલા નાળીયેરનું પાણી સર્વોત્તમ હોવાથી માગ વધી

જૂનાગઢઃ કોરોના સંક્રમણ કાળમાં ધીરે-ધીરે લીલા નાળિયેરના ભાવ પણ વધી રહ્યા છે. ગુજરાતમાં ત્રોફા તરીકે ઓળખાતું લીલું નાળિયેર આજે બજાર ભાવને લઇને સર્વોત્તમ સપાટી પર જોવા મળી રહ્યું છે. બીમારીના સમયમાં તબીબો પ્રત્યેક દર્દીને લીલા નારિયેળના પાણીનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. ત્રોફાનુ પાણી પ્રત્યેક બીમાર વ્યક્તિ માટે ગુણકારી હોવાનું પણ સાબિત થયું છે.

લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો

આ પણ વાંચોઃ કોરોનાની સાથે-સાથે ફળોના ભાવમાં પણ થયો વધારો

તબીબો લીલા નારિયેળના પાણીનું સેવન કરવાની સલાહ આપે છે

નારિયેળ પાણીનું મહત્વ બીમાર વ્યક્તિ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે તબીબો પણ લીલા નારિયેળના પાણીનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે. જેના કારણે માગ વધતા પુરવઠા પર વિપરિત અસરો પડી રહી છે. જેને કારણે બજાર ભાવ વધી રહ્યા હોવાનું લીલા નારિયેળના છૂટક વેપારીઓએ જણાવ્યું હતું.

લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો
લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો

ઉના,કોડીનાર અને વેરાવળમાં પણ નાળિયેરના બજાર ભાવ વધ્યા

જૂનાગઢમાં ત્રોફાનું વેચાણ કરતા છૂટક વેપારીઓની જથ્થાબંધ ખરીદી માટે ગીર-સોમનાથ જિલ્લાના ઉના,કોડીનાર, વેરાવળ કેન્દ્રિત અને તેના પર આધારિત છે. આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં લીલા નાળિયેરની ખેતી થાય છે. ત્યારે જૂનાગઢના છૂટક વેપારીઓ અહીંથી નાળિયેર ખરીદીને જૂનાગઢમાં છૂટક વહેચતા હોય છે. નાળિયેરના હબ ગણાતા ઉના,કોડીનાર અને વેરાવળમાં પણ નાળિયેરના બજાર ભાવ વધી રહ્યા છે.

લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો
લીલા નાળિયેરના ભાવમાં સતત વધારો

આ પણ વાંચોઃ કોરોના લોકડાઉન બાદ શાકભજીના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો

નાળિયેરની માગ વધતા જથ્થો મર્યાદિત બન્યો છે

નાળિયેરનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્યારે નાળિયેરની ગુણવત્તા પણ નબળી પડી રહી છે, તો બીજી તરફ અહીંથી કેટલાક નાળિયેર રાજ્ય બહાર પણ વેપારીઓને મોકલવામાં આવે છે, તો કેટલાક ગુજરાત બહારના વેપારીઓ સીધા અહીંથી લીલા નાળિયેરની ખરીદી કરી રહ્યા છે. જેને કારણે નાળિયેરનું ઉત્પાદન ઘટયું છે. જેની સામે માગ વધતા જથ્થો મર્યાદિત બન્યો છે, જેને કારણે બજાર ભાવ વધી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.