- પોલીસની મદદથી મધ્યમવર્ગીય યુવતીએ મેળવી ટ્યુશન ફીની રકમ
- કોરોના કાળમાં કોચિંગ ક્લાસીસ શરૂ નહીં થતાં યુવતીએ પરત માંગી હતી ફીની રકમ
- ફી પરત આપવાની આનાકાની કરતા ટ્યુશન સંચાલકો સામે યુવતીએ પોલીસની લીધી મદદ
જૂનાગઢ: કોરોના સંક્રમણ કાળમાં કોચિંગ ક્લાસીસ શરૂ નથી. ત્યારે ક્લાસીસના સંચાલકો પાસેથી ફીની રકમ પરત માંગતા સંચાલકોએ રકમ પરત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતાં યુવતીએ પોલીસની મદદ લીધી હતી. સંચાલકો પાસેથી ફી પેટે ભરેલા 13,000 કરતા વધુની રકમ પરત મેળવી હતી. જૂનાગઢના મોતીબાગ રોડ પર રહેતી મધ્યમ વર્ગની યુવતીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકે તે માટે ખાનગી કોચિંગ ક્લાસીસ જોઈન્ટ કર્યા હતા, પરંતુ કોરોના સંક્રમણને કારણે ક્લાસીસ શરૂ થયા ન હતા. યુવતીએ ફીની રકમ પરત માંગી હતી. સંચાલકોએ ફી પરત કરવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે પોલીસની મદદથી યુવતીને સંપૂર્ણ ફી પરત મળી હતી.
આ પણ વાંચો: લોકડાઉનઃ દામાવાવ પોલીસ આવી ગરીબોની મદદે
યુવતીએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાનગી શિક્ષણ સંસ્થામાં 13,000 કરતા વધુની રકમ કોચીંગ ફી તરીકે જમા પણ કરાવી હતી, પરંતુ એક વર્ષ પૂરું થઇ ગયા હોવા છતાં કોરોના સંક્રમણને કારણે કોચિંગ ક્લાસીસ શરૂ થયા નથી. જેથી યુવતીએ ટ્યુશન ક્લાસીસ સંચાલકો પાસેથી ફી પરત આપવાની માંગણી કરી હતી, પરંતુ ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ યુવતીને ટ્યુશન ફી પરત આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ યુવતીએ જૂનાગઢ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસે કોચિંગ ક્લાસીસના સંચાલકો અને યુવતી વચ્ચે યોગ્ય સમાધાનકારી વલણ અપનાવીને યુવતીએ ચુકવેલી 13,000થી વધુની રકમ તેને પરત અપાવી હતી.
આ પણ વાંચો: પોલીસની સરાહનીય કામગીરી, MPના આદિવાસી વિસ્તારમાં 1800 ફૂટ ચાલીને રાશન પહોંચાડ્યું