ETV Bharat / city

કોરોનાના કેસ ઘટતા ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા વધી, Udan Khatola બન્યું આકર્ષણનું કેન્દ્ર

છેલ્લા એકથી દોઢ વર્ષમાં કોરોનાના કારણે અનેક પ્રવાસન સ્થળો (Tourist destinations of Gujarat) બંધ કરવામાં આવ્યા હતા. જોકે, હવે કોરોનાના કેસ (Corona Cases) ઘટતા રાજ્ય સરકારે પ્રવાસન સ્થળોને કોરોનાની ગાઈડલાઈનના (Corona Guideline) પાલન સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે જૂનાગઢમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ગિરનાર પર્વત પર આવેલા રોપ-વે ઉડન ખટોલા (Rope-Way Udan Khatola)માં બેસવા માટે ફરી એક વાર ભીડ જોવા મળી રહી છે.

કોરોનાના કેસ ઘટતા ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા વધી, Udan Khatola બન્યું આકર્ષણનું કેન્દ્ર
કોરોનાના કેસ ઘટતા ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા વધી, Udan Khatola બન્યું આકર્ષણનું કેન્દ્ર
author img

By

Published : Jul 17, 2021, 3:57 PM IST

Updated : Jul 17, 2021, 7:48 PM IST

  • જૂનાગઢના ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા વધી
  • ગિરનારમાં ઉડન ખટોલા (Udan Khatola)માં બેસવા પ્રવાસીઓની પડાપડી
  • ગિરનારમાં પ્રવાસીઓએ સ્વિત્ઝર્લેન્ડ અને નોર્વે જેવા દેશ જેવો અનુભવ કર્યો

જૂનાગઢઃ રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, જેના કારણે લોકો ફરી એક વાર બહાર ફરવા જઈ રહ્યા છે. આવી જ રીતે જૂનાગઢના ગિરનાર પર્વત (Girnar Mountain) પર પણ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જોકે, અહીં એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપ-વેમાં બેસવા અને ગિરનાર પર્વતને જોવા માટે દૂરદૂરથી લોકો આવી રહ્યા છે. ગિરનાર પ્રવાસીઓને પ્રથમ પસંદ બની રહ્યું છે. ચોમાસાની ઋતુમાં રોપ-વે પરથી ગિરનાર પર્વત પર આવેલા પ્રવાસીઓ તેના અનુભવો વ્યક્ત કરતાં ખૂબ જ ઉત્સાહિત થતા જોવા મળી રહ્યા છે. ગિરનાર પર્વત પર અને તેમાં પણ રોપ-વેમાંથી જે નજારો જોવા મળી રહ્યો છે. તેને જોઈને જૂનાગઢ આવતા પ્રવાસીઓએ ગિરનારની આ ધરોહરને (Heritage sites of Gujarat) યુરોપના દેશો કરતાં પણ ખૂબ જ ચડિયાતી ગણાવી રહ્યા છે.

ગિરનારમાં ઉડન ખટોલા (Udan Khatola)માં બેસવા પ્રવાસીઓની પડાપડી

આ પણ વાંચો- કચ્છમાં 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યાં અને સરકારને 1.31 કરોડની આવક થઈ

ગિરનારનો નજારો જોઈને લોકો થયા અભિભૂત

સતત 18 મહિનાથી તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ (Tourism activity) સદંતર બંધ જોવા મળી હતી, પરંતુ ભારતની સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે દૂર થતું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં હવે પ્રવાસીઓ જૂનાગઢ તરફ આવી રહ્યા છે. એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે ઉડન ખટોલા (udan khatola) પ્રવાસીઓની પ્રથમ પસંદગી પણ બની રહ્યું છે. ખાસ કરીને યુરોપના દેશોમાં પણ મુલાકાતે જઈ ચૂકેલા પ્રાસીઓ ચોમાસાની આ સિઝનમાં (Monsoon in Gujarat) જે પ્રકારે ગિરનાર (Girnar Mountain)નો નજારો જોવા મળતો હતો. તે જોઈને પણ અભિભૂત થયા હતા.

જૂનાગઢના ગિરનારમાં પ્રવાસીઓની (Tourists) સંખ્યા વધી

આ પણ વાંચો- ગિરનાર રોપ-વે ઉડનખટોલા પર ઉમટ્યું માનવ મહેરામણ, કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ

રોપ-વે ઉડન ખટોલા (Rope-Way Udan Khatola) લોકો માટે બન્યું આશીર્વાદરૂપ

ગિરનારની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, જે અનુભવ તેમણે ભૂતકાળમાં સ્વિટઝરલેન્ડ લઈને નોર્વે જેવા દેશોમાં કર્યો હતો. તેનાથી પણ ખૂબ ચઢિયાતો અનુભવ ઉડન ખટોલા રોપ-વે અને ગિરનાર પર્વત પર કરીને તેઓ પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહ્યા છે. ગિરનારમાં અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ ફરવા આવી રહ્યા છે. આ સાથે જ ઉડન ખટોલા રોપ-વે (Rope-Way Udan Khatola) શરૂ થતા પ્રવાસીઓને દર્શન કરવામાં પણ સરળતા રહે છે.

Last Updated : Jul 17, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.