ETV Bharat / city

ભાવનગર શહેરમાં 45 વર્ષથી અભ્યાસના જૂના પુસ્તકોની બજાર ગરીબો માટે આશીર્વાદરૂપ, પુસ્તકો મળે છે અડધા ભાવે

ભાવનગર શહેરમાં પનાયાલાલ છેલ્લા 45 વર્ષથી અભ્યાસના જુના પુસ્તકો ખરીદે છે અને વેચે છે. ઘોઘાગેટ ચોકમાં હાઇકોર્ટ રોડ પર કેબિન રાખીને પોરનું ગુજરાન ચલાવતા પનાયાલાલનું દુકાન ગરીબો માટે આશીર્વાદરૂપ છે. અડધી કિંમતમાં અથવા તેનાથી ઓછી કિંમતમાં આપીને પુસ્તકની બજાર ચાલી રહી છે. ભાવનગરના એક માત્ર પનાયાલાલ જરૂરિયાતવાળા ભાવનગરવાસીઓ માટે આશીર્વાદરૂપ છે.

Ghoghagate Chowk
Ghoghagate Chowk
author img

By

Published : Aug 24, 2021, 8:22 PM IST

  • ગરીબ પરિવારો માટે જૂના પુસ્તકની બજાર ભગવાનના મંદિર સમાન લાગે
  • ધોરણ 1 થી લઈ કોલેજ સુધીના પુસ્તકોનું કેન્દ્ર
  • ભાવનગરમાં 45 વર્ષથી પનાયાલાલ જૂના પુસ્તકો વેચે છે અને ખરીદે પણ છે
  • આર્થિક ભીંસમાં રહેલા પરિવારો બાળકોને પુસ્તક અહીંથી અપાવતા હોય છે

ભાવનગર: શાસ્ત્રમાં લખેલું છે કે જ્ઞાન વહેંચી તેટલું વધે છે. ભાવનગરમાં નવા પુસ્તકોને ખરીદવા અનેક પરિવારો માટે મુશ્કેલ છે. કોરોનાકાળમાં તો કેટલાકને જીવનભર આવક ઓછી હોવાને પગલે બાળકોને અભ્યાસ પણ આર્થિક સંકટમાં કરાવવું પડતું હોય છે, ત્યારે નવા પુસ્તકોનો ખર્ચ નહિ પોસાતા જૂના પુસ્તકોની ખરીદી થાય છે. ભાવનગરમાં 45 વર્ષથી જૂના પુસ્તકની બજાર એટલે ગરીબોનો હાશકારો.

ભાવનગર શહેરમાં 45 વર્ષથી અભ્યાસના જૂના પુસ્તકોની બજાર ગરીબો માટે આશીર્વાદરૂપ

ભાવનગરમાં 45 વર્ષથી જૂના પુસ્તકો વેંચતા શખ્સની જીવનયાત્રા પેઢી દર પેઢી

ભાવનગરમાં નવા પુસ્તકોની બજાર સાથે જૂના પુસ્તકોની બજાર ગરીબો માટે આશીર્વાદનું કેન્દ્ર છે. ઘોઘાગેટ ચોકમાં હાઇકોર્ટ રોડ પર કેબિન રાખીને પનાયાલાલા માન્ડલીયા છેલ્લા 45 વર્ષથી જૂના પુસ્તકો વહેચી રહ્યા છે. હાલમાં તેમનો દીકરો પાર્થે તેમની સાથે મળીને જૂના પુસ્તકોની વહેંચણી ચાલુ રાખી છે. જૂના પુસ્તકો ખાસ કરીને જે નબળા વર્ગના ગરીબ લોકો કે મધ્યમ વર્ગના આર્થિક કટોકટીમાં આવેલા પરિવારો અને તેમના બાળકો ખરીદી કરતા હોય છે. ધોરણ 1 થી લઈને દરેક પ્રકારના કોલેજ સુધીના પુસ્તકો જૂનામાંથી મળી રહે છે. અડધી કિંમતમાં વેચતા પાર્થભાઈ પાસે હાલમાં જૂના 10 હજાર પુસ્તકો છે.

જૂના પુસ્તકો એટલે શું અને કેવી રીતે મળે છે ?

આર્થિક ભીંસમાં જીવન જીવતા પરિવારને પોતાના બાળકોને નવા પુસ્તકો અપાવવાનો ખર્ચ કરવાની ક્ષમતા હોતી નથી. આથી જુના પુસ્તકો અપાવીને બાળકોનું શિક્ષણ યથાવત રાખતા હોય છે. જોકે જુના પુસ્તકો ક્યાં તો એનો જવાબ એવો છે કે જે પરિવારોના બાળક એક ધોરણમાંથી બીજા ધોરણમાં જાય એટલે તે પુસ્તકો પસ્તીમાં આપે છે અથવા જુના પુસ્તકો વેચનારને આપે છે. આમ ચાલતી દરેક અભ્યાસના વિદ્યાર્થીઓના શિક્ષણ પૂર્ણ થયા બાદ જૂના પુસ્તકોને પનાયાલાલ મેળવી લે છે. પછી પસ્તીમાંથી મળે કે કોઈ વાલી આપી જાય અને જે ઘટતા હોય તેને અમદાવાદથી મંગાવીને બાળકોને બે ચાર દિવસે પુસ્તક પુરા પાડે છે. જેથી ગરીબોને અડધી કિંમત કે તેનાથી સસ્તા દરમાં પુસ્તકો ઉપલબ્દ્ધ બને છે.

જૂના પુસ્તકની બજાર શું અને કેવી માગ ?

જૂના પુસ્તકોની બજાર હંમેશા વિદ્યાર્થીના માગ વાળી રહે છે. ભાવનગરના પનાયાલાલના પુત્ર હાલ પાર્થભાઈ આ વ્યવસાય સંભાળી રહ્યા છે અને તેમનું કહેવું છે કે, રોજના આશરે સવારથી સાંજમાં 40 થી 50 લોકો જુના પુસ્તક માટે આવતા હશે. જ્યારે શાળાઓ ખુલવાની હોય ત્યારે સંખ્યા ત્રણ ગણી વધી જતી હોય છે. પાર્થભાઈ હાલ તેમના પિતાનો વ્યવસાય સંભાળી રહ્યા છે. એટલે પેઢી દર પેઢીનો વ્યવસાય હાલ તો જૂના પુસ્તકનો બની ગયો છે પણ જૂના પુસ્તકની દુકાન ગરીબો માટે ભગવાનના મંદિર સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.