ETV Bharat / city

વાવાઝોડાના કારણે ગીરના 18 સિંહ ગુમ થયાના સમાચારનું વનવિભાગે કર્યું ખંડન - ગુજરાતમાં તૌકતે સાઈક્લોન

વાવાઝોડામાં ગીરના 18 સિંહ ગુમ થયા હોવાના સમાચારો વહેતા થયા હતા, જેને લઇને વનવિભાગે ખુલાસો કરતાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારમાં એક પણ સિંહ ગુમ થયો નથી. તેમજ એક પણ સિંહનું મોત થયું હોય તેવી ઘટના હજુ સુધી બની નથી. મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડૉ દુષ્યંત વસાવડાએ આ ખુલાસો કર્યો હતો અને માધ્યમોમાં જે સમાચારો ચાલી રહ્યા છે તેને સત્યથી વેગળા ગણાવ્યાં હતા.

વાવાઝોડાના કારણે ગીરના 18 સિંહ ગુમ થયાના સમાચારનું વનવિભાગે કર્યું ખંડન

author img

By

Published : May 19, 2021, 5:10 PM IST

  • ગીરના તમામ સિંહ સુરક્ષિત અને હયાત હોવાનો વન વિભાગનો દાવો
  • માધ્યમોમાં ચાલી રહેલા સમાચારો સત્યથી વેગળા હોવાનું વન વિભાગનો દાવો
  • એક પણ સિંહનું મોત કે કોઈ સિંહ ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી

જૂનાગઢઃ વાવાઝોડાના સમય દરમિયાન માંગરોળથી લઈને તળાજા સુધીના વિસ્તારમાં 18 સિંહ ગુમ થયાના સમાચારો માધ્યમોમાં ચાલી રહ્યા છે, જેને લઇને વન વિભાગના મુખ્ય વન્ય સંરક્ષક પ્રાણી વર્તુળ ડૉ. દુષ્યંત વસાવડાએ આ સમાચારોને સત્યથી વેગડા ગણાવીને તેમનું ખંડન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના માંગરોળથી લઈને તળાજા સુધીના દરિયાઈ વિસ્તારોમાં ગીરના સિંહ જોવા મળે છે, જે પૈકીના એક પણ સિંહનું મોત કે કોઈ સિંહ ગુમ થયો હોય તેવી ઘટના વાવાઝોડાના સમય દરમિયાન સામે આવી નથી.

વાવાઝોડાના કારણે ગીરના 18 સિંહ ગુમ થયાના સમાચારનું વનવિભાગે કર્યું ખંડન
વાવાઝોડાના કારણે ગીરના 18 સિંહ ગુમ થયાના સમાચારનું વનવિભાગે કર્યું ખંડન

રાજુલા સહિતના દરિયાકાંઠા વિસ્તારના તમામ સિહ સુરક્ષિત

વાવાઝોડાની ચેતવણી મળતાની સાથે જ વનવિભાગે સિંહોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે પૈકીના રાજુલાના પીપાવાવ વિસ્તારમાં જોવા મળતા સિંહો કુદરતી સંકેતના ભાગરૂપે સલામત સ્થળે ધસી ગયા હતા. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનારથી લઈને મહુવા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીરના સિંહો સ્થળાંતર થઇને છેલ્લા કેટલાક વર્ષોથી નિવાસ કરી રહ્યા છે. આ વિસ્તારમાં વાવાઝોડાને કારણે કે વાવાઝોડા બાદ એક પણ સિંહ ગુમ થયો નથી અને તેનું મોત પણ થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.