ETV Bharat / city

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને કોરોનાથી મોત અંગેનું પ્રમાણપત્ર ન મળવાથી મૂશ્કેલીમાં - died in Corona

કોરોના સૌ કોઈ માટે ખુબ જ નુકસાનકારક બની રહ્યું હતું, હોસ્પિટલોમાં લોકોને જગ્યા શોધવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં જગ્યા મળે તો ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ દર્દીઓના પરિજનોને કરવી પડતી હતી, ત્યારે કેટલાક હતભાગી પરિવારોએ તેમના સ્વજનોને પણ ગુમાવ્યા છે અને હવે તેમના મરણ પ્રમાણપત્રને લઈને પણ યાતનાઓનો નવો સિલસિલો શરૂ થયો છે.

કોરોનાથી મોત અંગેનું પ્રમાણપત્ર
કોરોનાથી મોત અંગેનું પ્રમાણપત્ર
author img

By

Published : Sep 7, 2021, 5:40 PM IST

  • મરણ પ્રમાણપત્રમાં કોરોનાથી મરણ થવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી
  • મૃતકના પરિવારજનોને સહાય મેળવવા માટે મરણ પ્રમાણપત્રને લઈને પડી રહી છે મૂશ્કેલી
  • મરણ પ્રમાણપત્રમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ ન હોવાથી કાપડી પરિવારમાં ભારે રોષ

જૂનાગઢ- કોરોના સંક્રમણની બીજી લહેર વજ્રઘાત સમાન જોવા મળી હતી. બીજી લહેર માર્ચથી લઇને મે સુધીના સમયગાળા દરમિયાન આવી જેમાં અનેક પરિવારો પારાવાર મુશ્કેલી અને હાડમારીમાં જોવા મળ્યા હતા. એક તરફ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની ખૂબ મુશ્કેલ અને કપરી પરિસ્થિતિ તો બીજી તરફ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ઓક્સિજન માટે પણ ઘણી તકલીફો ઉભી થઇ હતી. ત્યારે કેટલાક કોરોનાને મહાત આપી ઘરે પરત ફર્યા તો કેટલાક હતભાગી વ્યક્તિઓ કોરોના સામે હારી મોતને ભેટ્યા હતા. આવા કપરા સમય બાદ હવે મૃતકના પરિવારજનો મરણ પ્રમાણપત્રમાં કોરોના સંક્રમણનો ઉલ્લેખ નહીં થવાને લઈને પણ નવી સમસ્યામાં ઘેરાઈ રહ્યા છે.

કોરોનાથી મોત અંગેનું પ્રમાણપત્ર

દર્દીઓની સંખ્યા સતત વધતા સિવિલ હોસ્પિટલમાં નવા બેડ ઉભા કરાયા હતા

કોરોનામાં પ્રત્યેક સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવા માટે પોતે કોરોના સંક્રમિત છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. મોટાભાગના પ્રમાણપત્રો સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી તપાસને અંતે મેળવ્યા હતા. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા હતા. જેમા અનેક હતભાગી વ્યક્તિઓ કોરોના સંક્રમણ સામે હારી જતાં મોતને ભેટયા હતા. માર્ચ-એપ્રિલ અને મે મહિના દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ હજાર કરતાં વધુ મરણ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

મરણ પ્રમાણપત્રમાં કોરોનાથી મોત થયાનો કોઇ ઉલ્લેખ નથી

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના દોલત પરામાં રહેતા કલ્પેશ કાપડી નામના 45 વર્ષીય યુવકનું મોત કરોનાના કારણે થયું હતું. દોલતરામ વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કલ્પેશભાઈનો કોરોના સંક્રમિત રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર બાદ મોત થયું હતું, હવે જ્યારે તેમનું મરણ પ્રમાણપત્ર તેમના પરિવારજનોને મળ્યું છે, તેમાં કોરોનાથી મોત થયાનો કોઇ ઉલ્લેખ કરાયો નથી. જેને લઇને મૃતક કલ્પેશભાઈના પરિવારજનો ખુબ જ ચિંતિત અને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

કોરોનામાં મોતને ભેટેલા હતભાગી પરિવારો મૃત્યુ સર્ટિફિકેટ મેળવવામાં કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો

અનેક પરિવારોને હજુ સુધી કોરોનાથી મોતનું પ્રમાણપત્ર મળ્યું નથી

પરિવારનું કહેવું છે કે, કરોનાના કારણે પરિવારના યુવાનને ગુમાવ્યા બાદ પણ જો તેમના મરણ પ્રમાણપત્રમાં મોતનું કારણ જાણવા ન મળે તે હદે તંત્ર નિષ્ફળ બની ગયું છે. જેના કારણે કાપડી પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી તેમના પરિવારને કરોનાથી કલ્પેશભાઈનું મોત થયું છે એવો પુરાવો આપવામાં આવ્યો નથી. જેને લઇને કાપડી પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવા અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, છતાં તેમને હજુ સુધી કોરોનાથી મોતનું પ્રમાણપત્ર મળ્યું નથી, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.